નોકિયા 3, નોકિયા 5 અને નોકિયા 6 ભારતમાં આજે લોન્ચ થયા છે. ભારતમાં નોકિયા 3ની કિંમત 9,990 રૂપિયા, નોકિયા 5ની કિંમત 12,990 અને નોકિયા 6ની કિંમત 15,990 રૂપિયા છે.તે ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે. સ્માર્ટફોનને લોન્ચ થયા બાદ તરત જ પ્રી ઓર્ડર પણ કરી શકાશે. રિપોર્ટ અનુસાર લોન્ચ થયા બાદ 20 જૂનથી આ સ્માર્ટફોન સેલ માટે ઉપલબ્ધ થઈ જશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ ફોન ભારતમાં ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોન અને ફ્લિપકાર્ટના માધ્યમથી સેલ કરવામાં આવશે.
નોકિયા 6
* 5.5 ઈંચની ફુલ એચડી આઈપીએસ ડિસ્પલે
*3GB રેમ અને 2GB સ્ટોરેજ સાથે Qualcomm Snapdragon 430 પ્રોસેસર
* 3000mAhની બેટરી
* 8MP ફ્રન્ટ કેમેરા સાથે 16MPનો રિયર કમેરો
નોકિયા 5
* 2GB રેમ અને 16GB સ્ટોરેજ સાથે એચડી આઈપીએસ ડિસ્પલે
* Qualcomm Snapdragon 430 પ્રોસેસર
* 13MP રિયર કેમેરો
* 8MP ફ્રન્ટ કેમેરો
* 3000mAh બેટરી
નોકિયા 3
* 5 એચડી આઈપીએસ એલસીડી ડિસ્પલે
* પ્લાસ્ટિક બોડી
* MediaTek MTK 6737 પ્રોસેસર
* 2GB રેમ અને 16GB સ્ટોરેજ