મહારાષ્ટ્ર પોલીસની નાસિક બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડના સભ્યને ભાવુક વિદાય આપવામાં આવી હતી. 10 વર્ષ સુધી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત એવા કાસ સદસ્ય સ્નિફર ડોગ સ્પાઈક, સેવામાંથી નિવૃત્ત થઈ ગય હતો. કારના બોનેટ પર બેસીને તેને સ્પાઈકને બહાર લઈ જવામાં આવ્યો. સ્પાઇકના ગયા પછી આખો વિભાગ ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન, સ્પાઇક સાનથી બોનટ પર બેઠો હતો અને વિદાય લીધી હતી.

એક વર્ષની ઉંમરમાં સ્પાઈકને સેવામાં શામેલ કરવામાં આવ્યો હતો. સ્પાઈકે 10 વર્ષ સુધી પોલીને તપાસ અભિયાનમાં પોતાની સેવા આપી છે. રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વિટ કરીને સ્પાઇકને વિદાય આપી છે. તેણે સ્પાઇકનો એક વીડિયો ટ્વીટ કર્યો. એક ટ્વિટમાં તેમણે લખ્યું છે કે, “નાસિક પોલીસે સ્નિફર સ્પાઇક માટે એક ખાસ વિદાય ગોઠવી હતી, જે 11 વર્ષોની મેધાવી સેવા બાદ નિવૃત્ત થયા હતા અને વિસ્ફોટક શોધવામાં મોટો ફાળો આપ્યો હતો.” તે માત્ર કેનાઇન નહોતો, પરંતુ પોલીસ પરિવારનો એક ભાગ બન્યો હતો. ‘ “હું રાષ્ટ્રની તેમની સેવાને સલામ કરું છું.” વિદાય બાદ નિવૃત્ત થયેલા ડોગ્સને પશુપ્રેમિઓને આપવામાં આવે છે. આ લોકોને એનિમલ સેફ્ટીના બધા નિયમોનું પાલન કરવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.