હલ્દી રસમમાં આરોહી અને તત્સત ખૂબ સુંદર લાગી રહ્યા હતા. હલ્દી રસમમાં ઘણા બધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા કલાકારો અને ફિલ્મી સીતારાઓએ હાજરી આપી હતી. અને તમામ લોકો સંગીતના તાલે ઝૂમ્યા હતા.
ઢોલિવૂડના ન્યુલીવેડ એટલે કે આરોહી અને તત્સતના લગ્નની તસવીરો હજી પણ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે. ત્યારે તાજેતરમાં જ આરોહીએ હલ્દી રસમની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતા આરોહીએ કૅપ્શન આપ્યું છે કે, “Sundowner Haldi 💛”
હલ્દીની આ તસવીરોમાં આરોહી અને તત્સત રૉમેન્ટિક પૉઝ આપતા, ડાન્સ કરતા અને ક્યૂટ મુમેન્ટ્સ શૅર કરતા જોવા મળી રહ્યાં છે. તેમજ કપલની હલ્દી સેરેમનીમાં બંનેએ ખૂબ જ ખુશ અને સુંદર લાગી રહ્યા હતા. આ સાથે હલ્દી સેરેમનીમાં આરોહી અને તત્સત સાથે તમામ લોકોએ હલ્દી સેરેમનીમાં સંગીતના તાલે ઝૂમ્યા હતા.