કોસ્ટ ગાર્ડ, બીએસએફ, સીઆઇએસએફ અને પોલીસ દ્વારા કંડલા અને મુંદ્રા બંદર પર સઘન ચેકીંગ
પાકિસ્તાનના ઇકબાલ બાજવા બંદરે પાક સૈન્યની ગતિવિધી તેજ બનતા કચ્છના હરામીનાળા અને સિરક્રીક વિસ્તારમાં સુરક્ષા જવાનોની અભેદ કિલ્લેબંધી
કચ્છના દરિયાઇ માર્ગે પાકિસ્તાન મરીન કમાન્ડો અને આંતકીઓ હુમલો કરે તેવા ઇનપુટના પગલે કંડલા અને મુંદ્રા બંદરે કોસ્ટ ગાર્ડ, સીઆઇએસએફ અને બીએસએફના જવાનોને એલર્ટ કરવામાં આવ્યા છે. સમગ્ર કચ્છ વિસ્તારને હાઇ એલર્ટ જાહેર કરી દરિયાઇ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
જમ્બુ અને કાશ્મીર સંબંધી બંધારણના આર્ટિકલ ૩૭૦ રદ કર્યા બાદ પાકિસ્તાનના મરિન કમાન્ડો દ્વારા જૈસ-એ-મોહમદના જેહાદી આંતકીઓને અંડર વોટર બ્લાસ્ટ કરવાની ટ્રેનિંગ આપવામાં આવ્યાની તા.૨૭ ઓગસ્ટે નૈવીના ચીફ એડમિરલ કરમબીરસિંગે ચેતવણી આપી હતી. સિક્યોરિટી એજન્સીઓને બાતમી મોળી છે કે, કચ્છની દરિયાઇ માર્ગે આંતકીઓ ઘુસણખોરી કરી હુમલા કરે તેવી બાતમીના પગલે ગુજરાતના સાગરકાંઠે હાઇ એલર્ટ જાહેર કરી કંડલા અને મુંદ્રા ખાતે સુરક્ષા જવાનો દ્વારા ચેકીંગ અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે.
ઇન્ટેલીજન એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ સિરક્રીકની સામે પાકિસ્તાનના ઇકબાલ બાજવા બંદર ખાતે આંતરરાષ્ટ્રીય સીમા પર સ્પેશ્યલ સર્વિસ ગ્રુપના કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. બીજી તરફ સીમા સુરક્ષા જવાનો પમ કચ્છ અને બનાસકાંઠાની પાકિસ્તા સાથેની આંતરાષ્ટ્રીય સીમા પર સઘન પેટ્રોલિંગ શરૂકરાયું છે. સિરક્રીક વિસ્તારમાંથી તાલિમબંધ કમાન્ડો ભારતમાં ઘુસાડી જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રિફાઇનરીઓ, મુંદ્રા, કંડલા બંદર અને દ્વારકા વિશ્વ પ્રસિધ્ધ જગત મંદિર આંતકીઓના નિશાના પર હોવાનું ૨૬-૧૧ના રોજ તોયબાએ કરેલા હુમલાનું પુનરાવર્તન કરવા૪ની પૈરવી થતી હોવાથી સુરક્ષા જવાનોને હાઇ એલર્ટ કરાયા છે.
નાપાક ગતિવિધના પગલે ખંભાતના અખાતમાં પણ ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા ૫૦ મોટા જહાજો, ૧૦૦ હોડીઓ અને ૩૦૦ જેટલા નાના હોડકાની મદદથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા ગુજરાતના બંદરો પર સંભવિત હુમલાની દહેશતના કારણે કચ્છના હરામીનાળા અને સિરક્રીક વિસ્તારમાં આંતકીઓ દ્વારા ઘુષણખોરી ન થયા તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તનાવની સ્થિતીના કારણે ગુજરાતના દરિયા કાંઠે બીએસએસએફ અને ઇન્ડિયન કોસ્ટ ગાડ૪ ના સયુંકત ઓપરેઓશનથી દરિયાકાંઠો અને ખાસ કરીને બંદર વિસ્તારો પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યાનું બોર્ડર રેન્જના આઇજી ડી.બી.વાઘેલાએ જણાવ્યું છે.
‘યુધ્ધનો ઉન્માદ’ બંધ કરીને જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તવા પાક.ને ભારતની શીખ
ભારતના સૌથી નજીકના નિકટવતી પાડોશી પણ લખણે મોટા શત્રુ એવા પાકિસ્તાનને ભારતે ઠારીને ખાવા અને એક જવાબદાર રાષ્ટ્ર બની આતંકી પ્રવૃતિને પ્રોત્સાહન ન આપેલા ચેતવણી સાથે શિખામણ આપી છે કે એક દેશ તરીકે બહુ ઉદ્યામા સારા નહિ. ભારતે ઇસ્લામબાદના સત્તાવાળાઓને ગુરુવારે પાકિસ્તાનના નેતાઓના અને ખાસ કરીને ઇમરાન ખાનના યુઘ્ધના ઉન્માદમાં બે જવાબદાર નિવેદનો અંગે ઉઘડો લેતા જણાવ્યું હતું કે એક જવાબદાર રાષ્ટ્ર તરીકે આવા ઉધામા શોભે નહી જવાબદાર દેશ તરીકે વર્તો અને આતંકવાદ બંધ કરો.
ભારતના વિદેશ વિભાગના પ્રવકતા રવિશકુમારે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનના નેતાઓની ભારતના આતંરિક મામલાઓની દખલગીરી અને બે જવાબદાર વર્તનના નિવેદનનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. આ નિવેદનોમાં ભારતમાં આરાજકતા ફેલવવા જેહાદ ન આહવાન અને બેબુનિયાદ નિવેદનોથી નેતાની હરકત પાકિસ્તાન જેવા રાષ્ટ્રને શોભતી નથી. પાકિસ્તાનને એક જવાબદાર રાષ્ટ્ર તરીકે વર્તવુ જોઇએ પાડોશમાં આતંકવાદીઓ મોકલવાનું બંધ કરવું જોઇએ. ભારતે પાકિસ્તાનના મંત્રી શીરીન
મર્જરીએ યુનોમાં લખેલા પત્રની જાણ ટીકા કરી હતી. કાશ્મીરમાં માનવ અધિકાર ભંગ થતા હોવાની વાતો કરનારે પોતાના દેશમાં ઝાંકીને જોવું જોઇએ
અમે પાકિસ્તાનને એ વાતની ચેતણવી આપી એ છીએ કે પોતે આગમાં બળે છે. અને ડુંગરના દવ ઠારવાની વાત કરે છે. તાજેતરમાં જ ગુજરાતની દરિયાઇ સરહદે આતંકી હુમલા ના પાકિસ્તાનના પેતરા સામે આવવાની રવિશ કુમાર ટીકા કરીને પાકિસ્તાનને એક જવાબદાર રાષ્ટ્ર બનવાની શિખામણ આપી છે. કાશ્મીરમાં શાંત્િ છે. સ્થાનીક સરકાર સારી રીતે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવે છે. એકપણ અધટિત મૃત્યુ થયું નથી. એકપણ ગોળી ચાલી નથી જન જીવન રાબેતા મુજબે ચાલે છે. કાશ્મીરના મુદ્દાને લઇને પાકિસ્તાને પોતાની હવાઇ સીમા બંધ કરી દીધી છે. આવા બે જવાબદાર વલણની ભારતે ભારે ટીકા કરી છે.
ભારત-પાક વચ્ચે જમ્મુ-કાશ્મીર મુદ્દે ચાલી રહેલા તનાવ વચ્ચે પણ નાગરીકોની લાગણી અને આરપારના લોકોની સંવેદનને ઘ્યાને લઇ ભારતે મોટું મન કરીને ભારત પાકિસ્તાનને કરતારપુર કોરિડોર મુદ્દે ત્રીજી અને અંતિમ બેઠક કરવા ભારતે સહમત થયું છે. ૧લી સપ્ટેમ્બરે સંભવિત રીતે અટારીમાં આ બેઠક કરવાની તૈયારી દર્શાવી છે. કરતારપુર કોરીડોરની યોજના સાકાર થાયું તો ભારતના શીખ યાત્રાળુઓ કરતારપુર સાહેબના દર્શન સહેલાથી કરી શકશે આ કોરીડોરથી શીખ સમાજને મોટી રાહત થશે.