અબતક, વારિસ પટ્ટણી
ભુજ
કચ્છ જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઇઝર ભરતી આયોજન તા. 12ના રોજ રામકૃષ્ણ હાઈસ્કુલ, માંડવી, તા.13 આર.ડી.હાઇસ્કુલ, મુન્દ્રા, તા. 15 વી.ડી.હાઇસ્કુલ, ભુજ, તા.16 ડી. વી. હાઇસ્કુલ, અંજાર, તા. 17 ગણેશનગર સરકારી હાઇસ્કુલ, ગાંધીધામ, તા. 18 લે.પ.બો. સંચા. હાઇસ્કુલ, ભચાઉ તથા તા. 19 સરકારી ઉ.મા.શાળા, રાપરમાં આયોજન કરેલ છે એમ જીલ્લા શિક્ષણાધિકારી ડો. બી.એન. પ્રજાપતિ દ્વારા જણાવ્યું છે.
શિબિરનો સમય સવારે 10.00 થી બપોરના 04:00 કલાક સુધી રાખેલ છે. ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ , શૈક્ષણિક લાયકાત 10 પાસ , ઊંચાઇ 168 સે.મી , વજન 56 કિ.લો,છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદરોસ્ત હોવું જરૂરી છે. ઇચ્છા હોય તેવા ઉમેઘ્વાર બધાજ ડોકયુમેંટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઇજના ફોટા , આધારકાર્ડ , બોલપેન લઈને શિબિરમાં હાજર રહેવું.પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જેનો ચાર્જ રૂ. 350 છે.ભારત સરકાર,રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર, બેન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે સુરક્ષા જવાનની સેલરી રૂ 12,000/- થી 15,000/- સુરક્ષા સુપરવાઈજર માટે રૂ 15,000/- થી 18,000/- અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો.
પ્રમોશન, પી. એફ. , ઇ. એસ. આઇ., ગ્રેસ્યુઇટી,મેડિકલ સુવિધા,બોનસ,પેન્શન સુવિધા પાસ ઉમેદવારને મળશે.ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઇન્ડિયા લી.સહયોગથીપસંગી પામેલ ઉમેદવારને રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા ( ગાંધીનગર )માં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઇન્ડિયા લી. માં કાયમી નિયુક્ત 65 વર્ષ સુધી મળશે. તાલીમમાં પસંદ થયેલા ઉમેદવાર પાસેથી વર્દી, કીટનો ખર્ચ રૂ. 10,500 કંપની લેશે.એમ ભરતીઅધિકારી અજીતકુમારેની એક યાદીમાં જણાવાયું છે.