વોર્ડમાં જગ્યા ન હોવાતી નીચે બેડ આપતા બઘડાટી બોલી: સિકયુરીટી જવાનોએ પોલીસ હવાલે કર્યો
સિવિલ હોસ્પિટલમાં ગોંડલના દર્દીને સારવાર ર્એ દાખલ કરવામાં આવ્યા હતા. જયાં એકેય બેડ ખાલી ન હોવાી તબીબે નીચે બેડ આપતા દર્દીને સો આવેલા શખસે તબીબ સો બોલાચાલી કરી બીજા દર્દીને નીચે ઉતારવા જણાવી બેડ ખાલી કરી દેવા જીદ પકડી બીભત્સ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. આ બાબત અંગે સિકયુરીટી ગાર્ડને જાણ તાં સિકયુરીટી ગાર્ડના સુપરવાઈઝર સહિતનો સ્ટાફ ઘટના સ્ળે દોડી ગયો હતો. ઉશ્કેરાયેલા શખસે સુપરવાઈઝર અને સિકયુરીટી ગાર્ડ પર લાકડી વડે હુમલો કરી ભાગી ગયો હોવાનું પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીની કલાકોમાં જ ગોંડલના શખસે દબોચી લીધો હતો.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના રવિ જેરામભાઈને સારવાર ર્એ સિવિલ હોસ્પિટલના વોર્ડ નં.૭માં દાખલ કરવામાં આવ્યો હતો. જયાં એકેય બેડ ખાલી ન હોવાી દર્દીને નીચે બેડની વ્યવસ કરી આપવામાં આવી હતી. પરંતુ દર્દી સો આવેલો વિજય સવશી સાવલીયા નામનો શખસ નીચે કેમ સુવડાવો છો કહી તબીબ સો બોલાચાલી કરી બિભત્સ ગાળો ભાંડી હતી. ઉશ્કેરાયેલા શખસે છરા સો ડોકટરને મારી નાખવાની ધમકી દેતા સિકયુરીટી ગાર્ડના સુપરવાઈઝર ભીમાભાઈ કરશનભાઈ કટારીયા અને ગાર્ડ ધર્મેશભાઈ જયસિંહ નકુમ ત્યાં પહોંચી ગયા હતા. ઉશ્કેરાયેલા વિજય સાવલીયાએ સુપર વાઈઝર અને સિકયુરીટી ગાર્ડ પર લાકડી વડે હુમલો કરી માર માર્યો હતો. ઘવાયેલા બન્નેને સારવાર ર્એ સિવિલમાં દાખલ કરાયા હતા. આ બનાવ અંગે પ્રનગર પોલીસે ફરિયાદના આધારે વિજય સાવલીયાની ધરપકડ કરી વધુ તપાસ હા ધરી છે.