શોપરમાં આંતકવાદી છુપાયા હોવાની બાતમીના આધારે મોડી રાત્રે સુરક્ષા જવાનોએ હાથ ધરેલા ઓપરેશનમાં અંધાધૂંધ ગોળીબાર વચ્ચે બે આંતકવાદીઓને ઢેર કરવામાં સફળતા

શ્રીનગરના અલ્લોચી બાગ વિસ્તારમાં સોમવારે પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં લશ્કર-એ-તૈયબા (એલઇટી)ના રેઝિસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) ના બે કમાન્ડર માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરી રાજ્યના વિશે શ્રદ્ધાની સમાપ્તિથી હાથ ધસી રહેલા દેશવિરોધી તત્વો હજુ પણ યુવાનોને ગેરમાર્ગે દોરીને કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

ત્યારે ગત મોડી રાત્રે શોપોર માં મોટાપાયે દારૂગોળા સાથે આંતકવાદીઓ છૂપાયા હોવાની સુરક્ષા દળોને ભરત બાતમી મળતા વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન દરમિયાન અંતે તેઓએ શરૂ કરેલા ગોળીબાર બાદ કલાકોથી બંને પક્ષે ધાણીફૂટ ગોળીઓ વરસાવી હતી અને અંતે બે આતંકીઓને ઠાર મારવામાં સફળતા મળી છે. શ્રીનગર નજીકના  અલ્લોચી બાગ વિસ્તારમાં સોમવારે પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં બે ટોચના આતંકવાદી કમાન્ડર માર્યા ગયા હતા.

જેકે પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ અબ્બાસ શેખ અને લશ્કર-એ-તૈયબાના સ્વ-દાવો કરેલા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ના સાકિબ મંઝૂર તરીકે કરી હતી.જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વિટ કર્યું, પ્રુસ્ક્રિપ્ટેડ ટેરર આઉટફિટના ટોચના કમાન્ડર લશ્કર-એ-તોઇબાના અબ્બાસ શેખ અને તેના સાગરીત  સાકિબ મંઝૂરની અને થાર મારવાની ઘટનાને મોટી સફળતા ગણાવવામાં આવી રહી  કાશ્મીરના આઈજીપીએ કહ્યું કે તેઓએ 2 ઓગસ્ટના રોજ લક્ષ્ય નક્કી કર્યું અને સોમવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા. જોકે ત્રીજા આતંકવાદીની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જેકે પોલીસે જણાવ્યું કે સિવિલ ડ્રેસમાં આવેલા 10 કર્મીઓ, પુષ્ટિ મળેલી માહિતી મળતા, સ્થળ પર પહોંચી ગયા અને ઓપરેશન હાથ ધર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.