દેશમાં આતંકવાદી હુમલાના ઇનપુટ આવી રહ્યા છે અને 15 મી ઓગસ્ટ નજીક આવી રહી છે ત્યારે કચ્છમાં સુરક્ષા સઘન બનાવી દેવાઈ છે.
ભુજના રેલવે સ્ટેશન પર તમામ પ્રવાસીઓની ચેકીંગ કરવામાં આવી રહી છે.ક્ચ્છ એ સીમાવર્તી જિલ્લો છે અને સામેપાર પાકિસ્તાનમાં નાપાક ગતિવિધિઓ તેજ બની છે ત્યારે જિલ્લામાં એલર્ટ આપી દેવાયું છે.કચ્છની રણ , દરિયાઈ અને હવાઈ સીમા પર સતત નજર રાખવામાં આવી રહી છે
ભુજ રેલવે સ્ટેશન પ્રવાસીઓથી ધમધમતું રહે છે.હાલમાં તો વરસાદને કારણે ટ્રેન રદ થઈ છે પણ ચેકીંગ સઘન બનાવાયું છે.ટ્રેનમાં તેમજ તમામ મુલાકાતી પ્રવાસીઓના સામાનની ચેકીંગ કરાઈ રહી છે..તો સરહદ પર પણ જાપતો વધારી દેવાયો છે