ભારત ચીન વચ્ચે સંબંધોમાં આવેલી કડવાશની અસર હજુ ગઇ નથી. ખંધા ચીન ઉપર ભારત ભરોસો મુકવા માંગતું નથી. સરહદે વારંવાર ઘૂસણખોરીનો પ્રયત્ન કરનાર ચીન ઉપર નજર રાખવી જરૂરી છે. જેથી સુરક્ષા સંસ્થાઓએ ખાસ ઉપગ્રહની માંગ કરી છે.
ચીનની સેનાએ એલએસીની બાજુમાં ઝિંજિયાંગ ક્ષેત્રમાં એક સૈન્ય કવાયત શરૂ કરી હતી. ત્યારે ચીનના સૈન્યની ગતિવિધિ ઉપર નજર રાખવાની જરૂરિયાત અનુભવાઈ છે, જ્યારે ચીને ભારે હથિયારો અને તોપખાનાઓ સાથે 40,000 થી વધુ સૈનિકો ભેગા કર્યા છે. ભારતીય સેનામાં અગાઉ ઘૂસણખોરી પણ કરી હોવાના આક્ષેપો થાય છે.
આવા સંજોગોમાં ભારત 6 જેટલા ઉપગ્રહો મારફતે ચાઈનીઝ સૈન્યની ગતિવિધિઓ ઉપર નજર રાખી શકે છે. આ ઉપગ્રહમાં ખાસ હાઈ રેસોલુશન કેમેરાની મદદ મળશે. ભારતીય દળો પાસે પહેલાથી જ કેટલાક સૈન્ય ઉપગ્રહો છે જેનો ઉપયોગ દુષમનો ઉપર નજર રાખવા માટે કરવામાં આવે છે પરંતુ આ ઉપગ્રહોની ક્ષમતાને વધુ મજબૂત કરવાની જરૂર છે.