જામનગરના જોડીયાથી એમ.એસ.વી. નુરે પંજતાની નામનું ૧૨૯૫ રજીસ્ટર નંબર ધરાવતા જહાજને કોસગાર્ડ દ્વારા પકડીને કાર્યવાહી કરવા આવી હતી. આ જહાજ ઓખા જેટી એ લાવવામાં આવ્યું હતું. ત્યારે તમામ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. આ જહાજમાં સાત કુ મેમ્બર હતા તમામની પણ જીણવટભરી પુછપરછ કરવામાં આવી હતી. અને છેલ્લાબે દિવસથી આ તમામ એજન્સીઓ તપાસના નાટકો કરવામાં આવે છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાનો ૧ર૦ કી.મી. નો દરીયા કીનારો રેઠો પટ જોવા મળે છે અહી સુરક્ષાની અનેક ક્ષતિઓ જોવા મળે છે. દેશની તમામ ઉચ્ચકક્ષાની સુરક્ષા એજન્સીઓ નેવી કોસગાર્ડ સાથે લશ્કરની ત્રણે પાંખો અહી કાર્યરત હોવા છતાં આ કિનારો કોની માલીકીનો છે? આ કિનારા પર કેટલા પાકી જેટીઓ છે? કેટલા પાકા દગા છે? કેટલી માચ્છીમારી બોટો કાર્યરત છે? તે કોઇ સરકારી તંત્રને ખબર નથી. અહીંની જેટીઓ લાખો ‚પિયાના ભાડા પર ચાલે છે. અહીં દારુ જુગાર જેવી તમામ અસામાજીક પ્રવૃતિઓ બે રોક ટોક ચાલે છે. અહી સુરક્ષા એજન્સીઓ આવા જહાજોની તપાસના અને અવરનેશના નાટકો કરી સંતોષ માને છે જો આ કિનારા ની સુરક્ષા માટે ઘ્યાન દોરે તો અનેક કૌભાંડો બહાર આવે તેમ છે અને આ કિનારો સુરક્ષિત બને તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.