નેમીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા ‘અબતક’ મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા વોર્ડ નં.૧, ૨, ૩, ૪, ૧૩ અને ૧૪માં યોજાયા કેમ્પ
સ્વાઈનફલુની મહામારીથી લોકોને રક્ષણ આપવા નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) તથા અબતક મીડિયા હાઉસના સૌજન્યથી ભાજપ દ્વારા વોર્ડ વાઈઝ કેમ્પ યોજાઈ રહ્યા છે. ગઈકાલે વોર્ડ નં.૧,૨,૩,૪,૧૩ અને ૧૪માં યોજાયેલા કેમ્પમાં હજારો લોકોએ સ્વાઈન ફલુ સામે એક વર્ષ સુધી રક્ષણ આપવા દવાના ડોઝ અપાયા હતા.સ્વાઈનફલુની રક્ષણ આપતી આ દવા ડો.ચૌલાબેન લશ્કરીએ ૭ વર્ષના સંશોધન બાદ તૈયાર કરી છે. આજરોજ આ દવાના ડોઝ વોર્ડ નં.૫,૬,૭,૮,૧૫ અને ૧૬માં અનેક લોકોને અપાયા છે.રાજયમાં હાલ સ્વાઈનફલુએ માજા મુકી છે ત્યારે તંત્ર પણ સાવધ થઈ જતા અનેકવિધ સ્વાઈન ફલુ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને અબતકના સંયુકત ઉપક્રમે વોર્ડ નં.૧,૨,૧૩,૪,૧૪ ખાતે સ્વાઈન ફલુ કેમ્પનું આયોજન થયું હતું.આ કેમ્પમાં ભાજપના અનેકવિધ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકોટના પ્રથમ નાગરિક જૈમનભાઈ ઉપાધ્યાય સહિતના આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા. નેમીનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (કાસુમા બેરીંગ્સ) અને અબતક મીડિયા સહિત ભાજપ દ્વારા વોર્ડ નં.૩ ગેબનશાહપીર દરગાહ પાસે ડાક બંગલામાં સ્વાઈનફલુ કેમ્પ યોજાયો હતો. વોર્ડ નં.૩માં યોજાયેલ સ્વાઈન ફલુ કેમ્પમાં રાજકોટના મેયર જૈમન ઉપાધ્યાયે દીપ પ્રાગટય કરી ખુલ્લો મુકયો હતો. સ્વાઈન ફલુ જાગૃતિ કેમ્પમાં વોર્ડ નં.૩ના વિવિધ વિસ્તારોમાંથી ૨૬૦૦ જેટલા લોકો સ્વાઈન ફલુનો ડોઝ લીધો હતો. આગાખાન ગર્લ્સ હોસ્ટેલની ૧૫૦ જેટલી બાળકીઓએ સ્વાઈન ફલુ ડોઝનો લાભ લીધો હતો. આ પ્રસંગે રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી પુષ્પદાન ગઢવી ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે, સ્વાઈનફલુ અંગે લોકોમાં જાગૃતિ આવી છે.ભાજપ દ્વારા રાજયના અન્ય શહેરોમાં પણ વધુ કેમ્પ યોજાયો અને લોકો આ ડોઝનો લાભ લે તેવું આયોજન કરશું. આ પ્રસંગે ભાજપના વોર્ડ નં.૩ના પ્રમુખ હેમુભાઈ પરમાર, પ્રભારી દિનેશ કારીયા, મહામંત્રી જગદિશ ભોજાણી, મનોજભાઈ લાલ, કિરીટ શેઠ, હસમુખ પ્રજાપતી, વિજય કોટીયા, હરીશ જોષી, અશોક દવે, જયશ્રીબેન પરમાર, દયાબેન વાઘેલા, જાન્હવીબેન લાખાણી, દર્શન પુજારા વગેરે હાજર રહ્યા હતા. જેમાં વોર્ડ નં.૨માં ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ એ આ કેમ્પનું ઉદ્ઘાટન કયુર્ં હતું. આ વિસ્તારના આશરે ૧૧૫૦ લોકોએ આ કેમ્પમાં ભાગ લીધો હતો. તથા રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી પુષ્પદાન ગઢવીએ લોકોને ડોઝ આપ્યા હતા. વોર્ડ નં.૨ના કોર્પોરેટરો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા લોકોને ઘરે-ઘરે જઈને આ કેમ્પ વિશે જાગૃતતા આપી હતી.