ઈન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ ફર્મ દ્વારા રેપોરેટ અંગે મિશ્ર પ્રત્યાઘાતો
એસકેએસઈ સીકયુરીટી લીમીટેડના સીઈઓ સતિષકુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રેપોરેટમાં વધારો થતા ફોર માર્કેટ થોડુ વિક એટલા માટે થતું હોય છે કારણકે ઈન્ટરેસ્ટ રેટ વધી જાય તેના કારણે માર્કેટમાંથી લીકવીડીટી થોડુ ઓછુ થાય લીકવીડીટી ઓછું થતા જે શેરમાર્કેટની એકટીવીટી છે તે ઘટી જાય તે કહી શકાય કે માર્કેટમાંથી લીકવીડીટી ઘટાડી પ્રાઈસને લેવલને ઘટાડવાની આ આરબીઆઈના પ્રયાસો છે પરંતુ શેર બજારને થોડુ નેગેટીવ અસર થાય કારણકે જો માર્કેટમાં લીકવીડીટી ઘટે તો શેર બજારમાં લિકવીડીટી ઓછુ થાય પરંતુ રેપો રેટ વધારવાનું કારણ એ છે કે ઓઈલના ભાવ ઘણા વધી ગયા છે તો જો ડીમાન્ડ થોડુ ઓછુ રહે તો પ્રાઈસ લેવલ થઈ શકે છે પરંતુ ઓવર ઓલ ભવિષ્યમાં રેપોરેટની સારી અસર જોવા મળશે. આપણુ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ થાય છે અને આપણુ માઈક્રો ઈન્ડીસીસ ઘણુ મજબુત છે.
કંન્સપંશનમાં ઘણી એકટીવીટી છે કારણકે આપણો યુવાન દેશ છે તેના કારણે ઈન્વેસ્ટમેન્ટ સેનીટેમ ઘણુ સારું રહેશે. હાલ લોંગ ટર્મમાં બેંક ઈન્ટરસ્ટ રેટ ઘટતા જાય છે જેથી કરીને લોકો આઈપીઓ, એસઆઈપી અને મ્યુચ્યલ ફંડમાં વધુ રોકાણ કરતા થયા છે અને યંગ પોપ્યુલેશન રીસ્ક લેવા માટે તૈયાર છે. જેના કારણે આઈપીઓનો ક્રેઝ લોકોમાં વધતો જાય છે. બીજી તરફ આઈપીઓમાં રોકાણ નાની મુડીથી પણ થઈ શકે છે તે કારણે પણ રોકાણકારોની સંખ્યા વધી છે. ફોરેન ઈન્વેસ્ટોની વાત કરીએ તો તે લોકો ઈન્ડિયન માર્કેટમાં રોકાણ માટે રસપ્રદ છે જેનું મુખ્ય કારણ એ છે કેઆપણે જે રીટર્ન આપી રહ્યા છે તે વિશ્ર્વમાં કયાંય નથી મળતું. બીજા દેશો ડેવલોપ છે જેથી તે તેમના ગ્રોથ લેવલ સુધી પહોંચી ગયા છે. જયારે ઈન્ડિયા હજુ ડેવલોપીંગ દેશ છે.
જેથી આપણે સારું રીટનૃ આપી શકીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત ભવિષ્યમાં ચાઈના માર્કેટને પણ ઓવર ટેક કરી શકે છે કારણકે ઈન્ડિયા ડેમોક્રેટીક કેન્દ્ર છે જયારે ચાઈના ડીકટેટોરી છે તો ઓપન સોસાયટી ઝડપથી ગ્રોથ કરે છે. જેથી ભવિષ્ય ભારતનું ખુબ સારું છે અને માર્કેટ પણ ભવિષ્યનું ખુબ સારું રહેશે.
મેસર્સ સચિન વી.મહેતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, છેલ્લા ચાર વર્ષથી રીપોર્ટેટમાં ૦.૨૫નો વધારો આવ્યો છે તેની શેરબજાર પર મોટી અસર જોવા મળી નથી. છેલ્લા ચાર વર્ષમાં રેપોરેટ ધીમે ધીમે ઘટતો હતો. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપર લોન લીધી હોય તેવો લોકોને તકલીફ ઉભી થાય બાકી પરિસ્થિતિમાં ખાસ નોંધ લેવાય તેવું નથી. શેર માર્કેટ અંગે વિશેષ વાતમાં જણાવ્યું કે શેર માર્કેટ હંમેશા ઉછળે છે માત્ર શેરને ખરીદવાની આવડત હોવી જોઈએ. રોકાણ સારા શેરમાં કરવું જોઈએ. જેથી શેરબજારમાં નુકસાન ન જાય. હાલ આઈપીઓનું ચલણ લોકોમાં વધી રહ્યું છે. કારણકે બે વર્ષ પહેલા બે લાખના આઈપીઓ હતા. હવે નાની એટલી કે સેબીએ ખુબ જ સારુ કરી દીધું છે. ૧૪૦૦૦ કે ૧૫૦૦૦ની એપ્લીકેશન કરવાની જેના કારણે નાના રોકાણકારો પણ