આગામી 17 ડિસેમ્બરના રોજ યોજાશે કાઉન્સિલની બેઠક
આગામી 17 ડિસેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક વર્ચ્યુલી યોજાશે આ બેઠકમાં જીએસટી કાયદામાં ફેરબદલ કરવા માટેના વિચારો અને પ્રસ્તાવ પણ મૂકવામાં આવશે. જીએસટી કાયદામાં અનેક ગડબડ હોવાના કારણે પેઢીઓને ઘણી નુકશાની અને ઘણી તકલીફો વેઠવી પડે છે ત્યારે હવે કાઉન્સિલ અને નાણા વિભાગે આ વાતને ગંભીરતાથી લઈ નિયમોમાં બદલાવ કરવા માટેનો વિચાર કર્યો છે એટલું જ નહીં હવે જે પ્રોસિબ્યુશનની કાર્યવાહી જે પાંચ કરોડ ઉપરની કરચોરીમાં પકડવામાં આવતી હતી તે હવે વધારી 20 કરોડ કરવાની ભલામણ કરી છે એટલે કે 20 કરોડ સુધી કોઈપણ બેનામી વ્યવહારો ને ટાંચમાં નહીં લઈ શકાય. તે માટે નાણામંત્રી નિર્મલા સીતારામન અને અન્ય રાજ્યોના મંત્રીઓ આગામી 17 ડિસેમ્બરના રોજ આ મુદ્દે વર્ચ્યુઅલી બેઠકમાં ભાગ લેશે અને આ મુદ્દાઓ પર મંજૂરીની મોહર લાગશે તો ખરડા રૂપે તેને લોકસભામાં પસાર કરવામાં આવશે.
સપ્ટેમ્બર માસમાં સરકારે જણાવ્યું હતું કે જીએસટીના અધિકારીઓ કરચોરી કરતા કરદાતાઓ ઉપર પ્રોસિટ્યુશનની કાર્યવાહી કરી શકશે જેના માટે ટેક્સ ચોરી અથવા તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ જો પાંચ કરોડથી વધુની હોય પરંતુ આ અંગે કાઉન્સિલ સામે અનેક ભલામણો આવી કે જે પાંચ કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી છે તે રકમ 20 કરોડ સુધી લંબાવવામાં આવે. એટલું જ નહીં જીએસટી કાઉન્સિલ ને એ મુદ્દાની પણ ભલામણ કરવામાં આવી છે કે તેઓ આઈપીસી હેઠળ આવતી કલમો અને જીએસટી એક્ટમાં આવતી કલમો ને દૂર કરે અને આઈપીસી કલમને યથાવત રાખવામાં આવે.
હાલ આ તમામ મુદ્દાઓ ઉપર જ્યારે જીએસટી કાઉન્સિલ વિચાર કરી રહ્યું છે તે વાતને ધ્યાને લઇ સર્વપ્રથમ તેઓ જીએસટીના કરદાતાઓને સાનુકૂળ પરિસ્થિતિમાં મૂકવા માંગે છે જેથી જીએસટી ભરનાર ઉદ્યોગકારો અને વેપારીઓને કોઈપણ પ્રકારની અગવડતા નો સામનો ન કરવો પડે. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઉપર હાલ જે 18 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે તેને પણ ઘટાડવા ભલામણ કરવામાં આવી છે અને આ મુદ્દાને લઇ રાજ્ય સરકાર દ્વારા પણ અનેક વખત ચર્ચા અને વિચારણા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.