રાજકોટ શહેરમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય ને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.1-05-2021થી તા.30-06-2021 ના 24 કલાક સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરીમાં ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ હેઠળ શિક્ષાને પાત્ર થશે.ભુતકાળમાં સૈન્યના ગણવેશમાં આતંકવાદી હુમલો થયેલ હોવાથી તથા રાજયના વિવિધ શહેર જિલ્લાએામાં સૈન્ય તથા સશસ્ત્રદળોને સામ્યતા ધરવતા ગણવેશનું વેંચાણ થતું હોવાનું તથા તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી / ગેરકાયદેસર પ્રવૃતિમાં થતો હોવાનું જણાતા રાજકોટ શહેરમાં આતંકવાદી બનાવ બનતો અટકાવવા, જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી રાજકોટ શહેર પોલિસ કમિશ્નરેટ વિસ્તારમાં તા.1-05-2021થી તા.30-06-2021 સુધી સૈન્ય તથા સશસ્ત્રદળોને સામ્યતા ધરાવતા ગણવેશનું વેંચાણ તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.