અમરેલી ભાજપમાં ફૂંફાડા મારતો જુથવાદ: હાઈકમાન્ડ માટે રેડ સિગ્નલ
ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીના જન્મદિન નિમિતે યોજાયેલા શુભેચ્છા સમારોહમાં ભાજપના પાંચેય ધારાસભ્યો ગેરહાજર
મતદાન પૂર્વે જ અમરેલી બેઠક પર જૂથવાદ હતો જેના કારણે પરસોતમભાઈ રૂપાલા અમરેલી છોડી રાજકોટથી લડયા હોવાની આશંકા
દિલીપ સંઘાણીએ સી.આર. પાટીલની કાર્ય પ્રણાલી સામે અવાજ ઉઠાવ્યો હોય નવા જૂનીના એંધાણ
ગુજરાતની જનતાને પ્રથમ મુખ્યમંત્રીની ભેટ આપનાર અમરેલી શહેર તથા જિલ્લામાં હાલ સતાધારી પક્ષ ભાજપમાં જુથવાદનો એરૂ ભયંકર અને ડરામણા ફૂંફાડા મારી રહ્યો છે. પ્રદેશ ભાજપ હાઈકમાન્ડ માટે આ મોટુ રેડ સિગ્નલ છે. આગામી દિવસોમાં આ ઘટનાનાં ઘેરા પડઘા પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની કાર્ય પ્રણાલી સામે સવાલો ઉભા કરતા આગામી દિવસોમાં મોટી નવા જૂનીના સંકેતો મળી રહ્યા છે.
અમરેલી ખાતે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના 71 મા જન્મદિવસ નિમિતે સત્કાર સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંસદ નારણ કાછડીયા ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. જયેશ રાદડિયા, પરશોતમ રૂપાલા, આરસી ફળદુ, બાવકુભાઇ ઉઘાડ, ડો.ભરત કાનાબાર નારણ કાછડીયા એક મંચ પર જોવા મળ્યા હતાં. આ સાથે અમરેલીના ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિક વેકરીયા, મહેશ કસવાળા, જે.વી.કાકડીયા, જનક તળાવીયા, હીરા સોલંકી સહિતના ધારાસભ્યોની આંખે વળગે તેવી ગેરહાજરી જોવા મળી હતી જેને લઇ અનેક ચર્ચાઓ પણ લાઈક મુખે સંભળાઈ રહી છે અમરેલી જિલ્લામાં ભાજપમાં જૂથવાદની સ્થિતિએ દિલીપ સંઘાણીનું શક્તિ પ્રદર્શન કર્ય હતું.
લોકસભાની ચૂંટણી પહેલા જ અમરેલી જિલ્લામાં ભાજપમાં ભારે જુથવાદ ચાલતો હતો. વર્તમાન સાંસદ નારણભાઈ કાછડીયાની ટિકિટ કાપી જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભઈ સુતરીયાને ટિકિટ આપવામાં આવી હતી. રાજયી લોકસભાની તમામ બેઠકો પૈકી સૌથી વધુ મતદાન અમરેલી બેઠક પર જ થયું હતુ જે જુથવાદને આભારી છે. માદરે વતન અમરેલીમાં ભાજપમાં જૂથવાદનો દાવાનળ ફાટી નીકળ્યો છે. જેને ડામવો મુશ્કેલ છે. આ વાત સારી રીતે જાણતા કેન્દ્રીયકેબીનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ અમરેલી બેઠક પરથી લડવાના બદલે રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું મુનાસિબ સમજયું હતુ. હવે લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયા બાદ ભાજપમા ચાલતો જુથવાદ ખૂલ્લીને બહાર આવી રહ્યો છે. પોતાની ટિકિટ કંપાયા બાદ સાંસદ નારણભાઈ કાછડિયાએ બળાપો વ્યકત કર્યો હતો. કે જેને થેંકયુ પણ બોલતા આવડતુ નથી તેને ભાજપે ટિકિટ આપી કાર્યકર્તાઓ સાથે દ્રૌૈહ કર્યો હતો.
ઈફકોના ચેરમેન પદે સતત બીજી વખત અને બિન હરિફ ચૂંટાયેલા દિલીપભાઈ સંઘાણીના જન્મદિન નિમિતે ગઈકાલે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે એક શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જૂના જોગીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પરંતુ અમરેલી જિલ્લાની અલગ અલગ પાંચેય બેઠકના ભાજપના ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. ઈફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર સામે ઉમેદવારી નોંધાવી શાનદર જીત મેળવનાર ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાનું દિલીપભાઈ સંઘાણીએ સમર્થન કર્યું હતુ. અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની કાર્ય શૈલી સામે સવાલો ઉભા કર્યા હતા.
અમરેલી ભાજપનું ઘર સળગી રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં પણ મતદાનની ટકાવારી ઓછી રહેવા પામી છે. હવે આ બેઠક પર ભાજપ સામે ભારોભારનું જોખમ દેખાય રહ્યું છે. ભાજપનું બળતુ ઘર કોઈ કાળે શાંત થવાનું નામ લેતું નથી. પ્રદેશ હાઈકમાન્ડ માટે પણ આ રેડ સિગ્નલ સમાન જ છે.
તમારી ટિકિટ કેમ કંપાય તે તમો સારી રિતે જાણો છે નારણ કાછડિયાને જવાબ આપતા ભરત સુતરિયા
મેં તમને ચારવાર થેન્ક યુ કહ્યું છે તે તમે જાણો છો: ફરી એકવાર અને આખરીવાર થેન્ક યુ
લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના ગઢ ગુજરાતમાં કમળમાં કકળાટ શરુ થઇ ગયો છે. ઉમેદવારોની પસંદગી સહિતના મુદ્દે હવે દુભાયેલા કે કપાયેલા ખુલ્લીને બોલવા લાગ્યા છે. અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાએ તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે જેને થેન્કયુ બોલતા પણ આવડતું નથી. તેને ટિકીટ આપી પક્ષે કાર્યકરો સાથે દ્રોહ કર્યો છે. પોતાની ટિકીટ કપાયાનો બળાપો ઠાલવ્યો હતો. જેનો જવાબ આપતા અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારે જણાવ્યું છે કે, મેં આપને ચાર વાર થેન્ક યુ કહ્યું છે આપ ભૂલી ગયા લાગો છો તમારી ટિકીટ કેમ કંપાય તે તમે સારી રીતે જાણો છો.
નારણભાઇ કાછડીયા છેલ્લી ત્રણ ટર્મથી અમરેલી બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાય રહ્યા છે. દરમિયાન ભાજપ દ્વારા આ વખતે અમરેલી જીલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સુતરિયાને ટિકીટ આપી છે. લોકસભાની ચુંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સાંસદ નારણભાઇ કાછડીયાએ પોતાની ટિકીટ કંપાયા નો રોષ વ્યકત કર્યો હતો. અને પક્ષેની શિર્ષ નેતૃત્વ સામે બોલ્યા હતા. તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે, જેને થેન્કયુ પણ બોલતા નથી આવડતું તેને ટિકીટ આપી ભાજપે કાર્યકર્તાઓ સાથે દોર કર્યા છે.
જેને જવાબ અમરેલી બેઠકના ભાજપના ઉમેદવાર ભરતભાઇ સુતરીયાએ આપ્યો છે તેઓએ જણાવ્યું છે કે, આપ જયારે જયારે મને ખુબ અભિનંદન પાઠવ્યા છે. ત્યારે મેં તમને થેન્કયુ કહ્યું છે. આપને આ વાત ભૂલાય ગઇ છે. આપને યાદ કરાવવા માંગું છું. જયારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે આપને થેન્કયુ કહ્યું હતું, 2010માં જયારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્કયુ કહ્યું હતું. 2021માં અમરેલી જીલ્લા પંચાયતની ટિકીટ મળી ત્યારે પણ મે આપને થેન્કયુ કહ્યું હતું. 2023માં જયારે જીલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે મેં આપને થેન્કયુ કહ્યું હતું.
તેઓએ ઉમેર્યુ હતું કે, લોકસભાની ચુંટણીમાં ઉમેદવારો નકકી કરવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. તમે કરેલા આક્ષેપોથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ થાય છે કે તમે પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કરી રહ્યા છો. તમારી નારણભાઇ કાછડીયાની ટિકીટ કેમ કંપાય તે વાતનું કારણ તમને ખબર છે સત્યથી આપ પરિચીત છો જે હકિકત લોકો સુધી પહોચાડવી જોઇએ.
ફરી એકવાર અને આખરી વાર આપને થેન્કયુ કહ્યું છું તેમ કહી નારણ કાછડીયાને ભરત સુતરીયાએ જવાબ આપ્યો હતો.