સૌરાષ્ટ્ર યુનિ. નું ચિત્ર બદલશે?
કેમ્પસમાં સીસીટીવી સર્વેલન્સ અને મુખ્ય વહિવટી બીલ્ડીંગ તેમજ ભવનો ખાતે શાંતિ જાળવવા તથા સ્વચ્છતા અભિયાન શરુ કરવા કુલસચિવ રૂપારેલિયાનું સુચન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ ડો. હરીશ રુપારેલીઆએ આજરોજ કેમ્પસમાં સવારે 9:30 કલાકે વિવિધ જગ્યાએ રુબરુ મુલાકાત લીધી હતી. કુલસચિવ ડો. હરીશ રુપારેલીઆ એ આજે મુખ્ય વહીવટી બીલ્ડીંગ, હિસાબ વિભાગ, બાંધકામ વિભાગની મુલાકાત લઈ વિભાગોની વહીવટી કામગીરીની સમીક્ષા કરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે “ઈઈઝટ સર્વેલન્સ” અને મુખ્ય વહીવટી બીલ્ડીંગ તથા ભવનો ખાતે “શાંતિ જાળવો” તથા “કચરો કચરા પેટીમાં નાખવો” જેવા સાઈનેજ મુકવા કુલસચિવ ડો. હરીશ રુપારેલીઆએ સંબંધિત વિભાગોને સૂચના આપેલ હતી.
કુલસચિવ ડો. હરીશ રુપારેલીઆ એ તમામ કોન્ટ્રાક્ટરોને પોતાનું કામ યોગ્ય રીતે અને સમયમર્યાદામાં કરવા તાકીદ કરી હતી. સાથે સાથે તમામ વિભાગોની કામગીરીની વિગતો મેળવી ઝડપથી કામગીરી પૂર્ણ થાય એવી સૂચના આપેલ હતી.
કુલસચિવ એ કેમ્પસના તમામ પાણીના ટાંકા રેગ્યુલર સફાઈ થાય અને કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય એ માટે કાર્ય કરવા તમામ કોન્ટ્રાક્ટરને સૂચના આપી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારી હરેશભાઈ ચૌહાણના સુપુત્રીને અકસ્માત થતાં કુલસચિવ ડો. હરીશભાઈ રુપારેલીઆ એ કર્મચારીના ઘરે જઈ તબીયત પુછી કર્મચારીને હુંફ પુરી પાડેલ હતી.ઉલ્લેખનીય છે કે નવા કુલસચિવે ચાર્જ સંભાળ્યા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિ. નું ચિત્ર ફરી બદલશે.