પ્રાણીક હીલિંગએ માત્ર જ્ઞાન નથી કૌશલ્ય છે, સારા હિલર બનવા માટે સાધના ખુબ જ જરૂરી
રાજકોટની માતૃમંદિર શાળા ખાતે રવિવારના રોજ મનોવૈજ્ઞાનિક ચિકિત્સા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સિક્રેટ ઓફ નેચર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના આશરે ૯૦ જેટલા હીલરોએ એકી સાથે હીલિંગ કરીને પ્રાણ ચિકિત્સા કરી હતી. જેનાથી કોઈપણ જાતની દવા કે સ્પર્શ વિના તાવથી માંડીને કેન્સર જેવી જટીલ બિમારીઓની સારવાર કરી શકાય છે. આ ઉપરાંત મનોવૈજ્ઞાનિક ચિકિત્સામાં માનસિક તણાવ, ગુસ્સો, સ્વભાવપર નિયંત્રણ જેવી સમસ્યાથી નિજાત મેળવી શકાય છે. પ્રાણિક હીલિંગદ્વારા વ્યસન મુકિત પણ શકય છે.
પ્રાણચિકિત્સા શું છે ? તે જાણવાના હેતુથી ઘણા બધા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો. સર્વરોગ સારવાર કેમ્પમાં સોનલબેન શાહ, હેમલતાબેન રૂપાણી, નીલા શાહ, રમેશ જોગીયા, જુલીબેનશાહ, અશોક પીપળીયા, મનુભાઈ બોરેચા,કિર્તીદાબેન શર્મા, પિયુષભાઈ ધાંધા, નરેશભાઈ પરમાર, વિરવાબેન ગોહેલ સહિતના રાજકોટના આશરે ૯૦ જેટલા હિલરોએ સેવા આપી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન સોનલબેન શાહે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા૬ વર્ષથી પ્રાણ ચિકિત્સા સાથે જોડાયેલા છે. રેકી અને હિલીંગમાં પ્રાઈમરી અને હાયર સેકેન્ડરી સ્કુલ જેટલો ફેરફાર છે. હિલીંગને ખુબ જ એડવાન્સ મેડીટેશન અને પ્રાણ ટેકનિકથી ગ્રાન્ટ માસ્ટર ચૌઆ કોક સુઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. અબતક સાથેની વાતચીત દરમિયાન નીલાબેન શાહે જણાવ્યું હતું કે, પ્રાણ ચિકિત્સા ખુબ જ ઉપયોગી અને એડવાન્સ હિલીંગટેકનીક છે પરંતુ ઘણા બધા લોકોએ પ્રાણિક હીલિંગનું જ્ઞાન હોતું નથી. લોકો ખુબ જ થાકીને અંતે અમારી પાસે આવે છે અને તમામ પ્રકારના માનસિક,શારીરિક અને આર્થિક રોગોનું નિરાકરણ બ્રહ્માંડ દ્વારા મળતી ઉર્જાથી શકય બને છે. પ્રાણિક હિલીંગ એ માત્ર જ્ઞાન નથી કૌશલ્ય છે અને સારાહિલર બનવા માટે સાધના જરૂરી છે.