ગુજરાતમાં પરિવર્તનની જોરદાર આંધી ચાલી રહી છે: કેજરીવાલનો પ્રહાર
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દાહોદમાં વિશાળ જાહેર સભાને સંબોધીત કરી. વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો.
અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ચારે તરફ પરિવર્તનની આંધી ચાલી રહ્યી છે. ચારે બાજું લોકો પરિવર્તન ઈચ્છે છે. 27 વર્ષ પછી લોકો એક આશા રાખે છે. કારણ કે 27 વર્ષમાં તેમને ભ્રષ્ટાચાર અને કુશાસન સિવાય કંઈ મળ્યું નથી. લોકોએ વિશ્વાસ કરીને તેમને 27 વર્ષ આપ્યા, હવે લોકો પરિવર્તન ઈચ્છે છે અને સમગ્ર ગુજરાતમાં આંધી ચાલી રહ્યી છે.
રસપ્રદ વાત એ છે કે જ્યારથી ઈંઇનો રિપોર્ટ આવ્યો છે કે આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે હવે બંને પાર્ટીઓ વચ્ચે ગુપ્ત બેઠક થઈ રહી છે. રાત્રે 12:00 વાગ્યે, 1:00 વાગે એમની મીટિંગ થાય છે અને બીજા દિવસે બંને પાર્ટી એક જ ભાષા બોલી રહ્યી છે. ભાજપ કોંગ્રેસને ગાળો નથી આપતી, કોંગ્રેસ ભાજપને ગાળો નથી આપતી, બંને મળીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલને ગાળો આપે છે. એક જ ભાષામાં બંને ભેગા થઇને ગાળો આપે છે.મારા ભાજપને બે સવાલ છે.
પહેલો સવાલ એ છે કે, તમારું અને કોંગ્રેસનું સેટિંગ શું છે? અમને જાણવા મળ્યું છે કે કોંગ્રેસના મોટા નેતાઓ પણ અહીં પ્રચાર કરવા માટે નથી આવતા, તો બંનેની વચ્ચે જબરદસ્ત સેટિંગ થયું છે. તો મને જણાવો કે તમારા બંને વચ્ચે શું સેટિંગ છે? અને બીજો પ્રશ્ન એ છે કે, જ્યારે અમે કહીએ છીએ કે અમે ગુજરાતની જનતાને સારી શાળાઓ આપીશું ત્યારે બંને પાર્ટીઓ તેનો વિરોધ કરે છે. તેઓ એવું નથી ઈચ્છતા કે ગુજરાતના બાળકો સારું શિક્ષણ મળે. તેમની ગુજરાતના બાળકો સાથે શું દુશ્મની છે? અમે કહીએ છીએ કે ગુજરાતમાં સારી હોસ્પિટલો બનાવીશું.
ત્યારે બંને તેનો વિરોધ કરે છે. તે નથી ઈચ્છતા કે ગુજરાતની જનતાને સારી આરોગ્ય સેવાઓ મળે. અમે કહીએ છીએ કે. અમે ગુજરાતની જનતાને મફત વીજળી આપીશું. ભાજપ હિમાચલ પ્રદેશમાં જઈને કહે છે કે, અમે મફત વીજળી આપીશું. પશ્ચિમ બંગાળ જઈને કહે છે કે મફત વીજળી આપીશું. અને ગુજરાતમાં આવીને તેઓ કહે છે કે ગુજરાતીઓને મફત વીજળી ન મળવી જોઈએ. ગુજરાતની જનતા સાથે શું દુશ્મની છે. આ બે સવાલોના જવાબ ભાજપ આપે.