શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુકિત, શૈક્ષણિક જાગૃતિ, બેટી બચાવો, પર્યાવરણ બચાવોનો સંદેશ આપવાનો: આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
જય વેલનાથ જય માંધાતા સમીતી દ્વારા શહેરમાં તા. ૪-૭ ને ગુરુવાર અષાઢી બીજના દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સંત વેલનાથબાપુ તથા માંધાતા રાજા બન્નેની સાથે એકતા રથયાત્રાનું આયોજન ગુજરાત રાજયના એક જ માત્ર રાજકોટ શહેરમાં થઇ રહ્યું છે. શહેરમાં ચુંવાળીયા, તળપદા, ધેળીયા આ ત્રણેય સમાજ સાથે મળીને રાજકોટમાં સમસ્ત કોળી સમાજની શોભાયાત્રાનું આયોજન થઇ રહ્યું છે. રથયાત્રાનો મુખ્ય હેતુ વ્યસન મુકત સંદેશ સામાજીક, રાજકીય શૈક્ષણિક જાગૃતિ અભિયાન, બેટી બચાવો, પર્યાવરણ બચાવો આ સંદેશ માટે છે. આ પ્રસંગમાં સમાજના આગેવાનો કાર્યકરો અને વિવિધ સંસ્થાઓના હોદેદારો આમંત્રણ પત્રીકા વગર પોતાની રીતે સ્વેચ્છાએ હાજરી આપવાના છે. આ ભવ્ય શોભાયાત્રામાં સમસ્ત કોળી જ્ઞાતિજનોએ પોતાના બાઇક, ફરોવ્હીલ અને અન્ય વાહનો સાથે લઇને જોડાવા અનુરોધ કરાયો છે. વાહન નોંધણી માટે મુખ્ય આયોજક દેવાંગભાઇ કુકાવા (મો. નં. ૯૨૨૮૩ ૬૦૮૪૮) હિતેષભાઇ ધોળકીયા મો. નં. ૯૯૨૫૫ ૮૬૧૦૨ નો સંપર્ક કરવો.
શોભાયાત્રા સવારે ૧૦ કલાકે વેલનાથ પરા ચોકડીથી મોરબી રોડ, જુના જકાતનાકા, જુનો મોરબી રોડ, ગીરીરાજ પાર્ટી પ્લોટ, ક્રાંતિ માનવ સેવા રોડ, ૮૦ ફુટ રોડ, ચામુંડા સોસાયટી, કુવાડવા રોડ, ડીલક્ષ રોડ, ભાવનગર રોડ, બેડીપરા, પાંજરાપોળ, રાજમોતી ઓઇલ મીલ, ચુનારાવાડ ચોક, ડાભી હોટલ, રામનાથ પરા પોલીસ ચોકી, જીલ્લા ગાર્ડન ચોક, બાપુનગર મેઇન રોડ, ૮૦ ફુડ રોડ, અમુલ સર્કલ પહેલા મોહનભાઇ સરવૈયા હોલ ખાતે સમાપન થશે. શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવવા અગ્રણીઓ કલ્પેશભાઇ બાપરીયા, પ્રવીણભાઇ સોલંકી, ભાવેશભાઇ વાલાણી, વિઠલભાઇ મોરવાડીયા, સંતોકબેન ક જાકતીયા, રેખાબેન કોરડીયા, અરુણાબેન મગવાનીયા, વિગેરએે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.