આગામી ૧૬મીથી રાષ્ટ્રીય શાળા ખાતે આયોજન: રજીસ્ટ્રેશન શરૂ; ટ્રસ્ટના અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
અધરવેણુ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પદમવિભુષણ હરીપ્રસાદ ચૌરસીયાના પ્રભાવિત શિષ્ય હિમાંશુ નંદાનો ત્રિ-દિવસીય બાંસુરી વર્કશોપ રાષ્ટ્રીય શાળા ખાતે યોજાનાર છે. આ વર્કશોપ માટે ‘અબતક’ની મુલાકાતે આવેલા ટ્રસ્ટના હોદેદારોએ જણાવ્યું હતુ કે હિન્દુ સંસ્કૃતિની સુશુપ્ત કલાને બહાર લાવવાના ઉમદા આશ્રયથી અધરવેણુ ગ્રુપની સ્થાપના કરવામાં આવી હતીને આ ગ્રુપ દ્વારા ભગવાનશ્રી કૃષ્ણની અતિપ્રિય અધર ઉપર રહેલ વેણૂ (બાંસુરી) વાદનની કલાને બાંસુરીવાદકોને એકત્ર કરી, શાસ્ત્રીય સંગીત પધ્ધતિથી બાંસુરી વાદન શીખવવાનો પ્રયાસ કરી રહી છે. અધર વેણુ શાસ્ત્રી સંગીત અને તેમાં પણ બાંસુરીમાં જેમને પણ બાંસુરી વાદનમાં અતિરૂચી હોય અને બાંસુરી વાદન દ્વારા પ્રતિભા મેળવાની ધગશ હોય તેમના માટે આ ગ્રુપ હરહંમેશ તત્પર રહી તમામ પ્રકારનો સાથ સહકાર અને શિક્ષણ પૂરૂ પાડે છે.
અધરવેણુના વિદ્યાર્થીઓ ગત વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા આયોજીત કલા મહાકુંભ યોજાયેલ હતો તેમાં બે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ અને તેઓ બંને રાજકોટ પ્રથમ અને ગુજરાતમા દ્વિતિય સ્થાન મેળવેલ અને રાજકોટનું સંગીત ક્ષેત્રનું ગૌરવ વધારી ખૂબજ નામના મેળવેલી છે.
હાલના ૨૦૧૯ના શ્રાવણ માસમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મ પૂર્વના તૈયારી રૂપે શ્રી કૃષ્ણને અતિ પ્રિય બાંસુરી દ્વારા સુરમય તૈયારી અધરવેણુ ગ્રુપ કરી રહી છે. જેના ભાગરૂપે અધરવેણુ દ્વારા દરેક વર્ષે જુદા જુદા બાંસુરી વાદનના તજજ્ઞનનો વર્ક શોપ કરતી આવી છે. અને તેવી રીતેઆ વર્ષે પણ વિશ્ર્વ વિખ્યાત અને પદમીવિભુષણ પંડીત હરીપ્રસાદ ચૌરસીયાના પ્રભાવિત શિષ્ય હિમાંશુ નંદા કે જેઓ સંગીત ક્ષેત્રમાં ખૂબજ પ્રભાવશાળી પ્રતિભા ધરાવે છે. તેઓ બાંસુરીમાં વિસારદ છે. અને માસ્ટર ડીગ્રી ધારણ કરી તાજેતરમાં અમરીતા યુનિવર્સિટી કોઈમ્તુર ખાતે પી.એચ.ડી.નો અભ્યાસ કરી રહ્યા છે. અને તેઓ ચિન્મયાનાદ બિંદુ ગૂરૂકુળ પરફોર્મીંગ આર્ટ યુનિ. કોલ્વન, પૂણે ના વિઝન ડીરેકટર તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. અને તેઓએ ભારત દેશમાં જુદા જુદા સ્થળોએ લાઈવ કોન્સર્ટ કરેલ છે તેવી જ રીતે સાઉથ આફ્રિકા, યુ.એસ.એ. શ્રીલંકા, ફ્રાન્સ, સીગાપૂર, ઈન્ડોનેશીયા, દુબઈ, જાપાન વિગેરે દેશોમાં પણ બાંસુરીની લાઈવ કોર્ન્સ્ટ કરી ભારતીય શાસ્ત્રીય સંગીતનો બાંસુરી વાદન દ્વારા પ્રચાર પ્રસાર કરી ખૂબજ નામના મેળવેલ છે. અને તેઓનો ત્રિ-દિવસીય વર્ક શોપ અધરવેણુ ગ્રુપ દ્વારા આયોજીત કરવામાં આવી રહ્યો છે.
આ વર્ષે અધરવેણુને રાષ્ટ્રીય શાળા દ્વારા ખાસ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને વર્કશોપનું આયોજન રાષ્ટ્રીય શાળામાં કરવામાં આવ્યું છે. અધરવેણુના જીજ્ઞેશભાઈ લાઠીગરા, ડો. કલ્પેશભાઈ ચંદ્રાણી, ચેતનભાઈ જોષી તથા સુમિત ભટ્ટએ જહેમત ઉઠાવી રહ્યા છે. અને તેઓ રાજકોટ શહેર અને અન્ય શહેરોમાં બાંસુરીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ વર્કશોપમાં ભાગ લેવા અર્થે વ્યવસ્થા હાથ ધરેલ છે.
આગામી તા.૧૬,૧૭,૧૮ ઓગષ્ટ ૨૦૧૯નો ત્રિ-દિવસીય વર્કશોપનું આયોજન રાખેલ છે. જેઓને આ વર્કશોપમાં જોડાવવું હોય તેઓએ અધરવેણુના જીજ્ઞેશભાઈ લાઠીગરાના મો.નં. ૯૪૨૭૩૮૧૨૧૨ અને ચેતનભાઈ જોષીના મો.નં. ૯૪૨૬૯૪૩૩૮૪ ઉપર રજીસ્ટ્રેશન કરવા અર્થેની માહિતી મેળવી લેવાની રહેશે.