મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે તાજેતરમાં ચેતક અશ્વ શો ફેસ્ટીવલ યોજાયો હતો. જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, રાજસન, ગુજરાત અને તામીલનાડું વગેરેેના ૩૫૦ ઘોડાઓએ ભાગ લીધેલ.
જેમાં સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીનો મારવાડી ઘોડો (ઉંમર ૩૨ માસ) દ્વિતીય નંબરે આવતા રુપિયા ૫૧,૦૦૦/- એકાવન હજારનું રોકડ ઇનામ મેળવે છે. હોર્સ રાઇડર તરીકે સુખદેવભાઇ સાધુએ સેવા બજાવેલ. આ મારવાડી ઘોડાની ઉંચાઇ ૬૨ ઇંચ છે. જેની કિંમત ૧૨ લાખ હોય છે. તેની વિશિષ્ટતા એ છે કે તે સંપૂર્ણ નુકરો (સફેદ) છે. જે કોઇ ભાગ્યેજ ઘોડાઓમાં જોવા મળે છે.
આ મારવાડી અશ્વો સમજુ પ્રાણી હોય છે. પ્રેેેેમી તેને સાચવવામાં આવે તો તે અત્યંત વિશ્વાસુ બની જાય છે. તે પોતાના માલિકને ક્યારેય દગો દેતા ની. એસજીવીપી ગુરુકુલમાં ૧૬ જેટલા અશ્વો છે. નાના નાના વિર્દ્યાીઓ પણ પ્રેમ અને વહાલી નિર્ભયપણે અશ્વારોહણ(હોર્સ રાઇડીંગ) કરે છે. “