મેચની વનડે સિરીઝમાં હાર બાદ શરુ થયેલ ટેસ્ટ સિરીઝમાં પહેલી મેચમાં જીત બાદ 1-0થી આગળ ભારતીય ટીમનો સામનો આજે બીજી અને અંતિમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે થશે. મેચ પહેલા બન્ને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં બાંગ્લાદેશના સુકાની શાકિબ અલ હસને ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતને પહેલા બોલિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

મેચ પૂર્વે કે. એલ રાહુલ ને હાથમાં ઇજા થતા તે રમશે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો હતો પરંતુ કોઈ ગંભીર ઈજા ન હોવાના કારણે તે ફરી બીજા ટેસ્ટ મેચમાં સુકાની ની જવાબદારી નિભાવી રહ્યો છે. ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમે 2  વિકેટ ગુમાવી દીધી છે.જેમ ભગવાન રામે 14 વર્ષનો વનવાસ વેઠ્યો હતો તેવી જ રીતે સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટે પણ 12 વર્ષનો સમય વનવાસ રૂપે ભોગવ્યો છે અને અંતે તેને ટીમમાં સ્થાન પણ મળ્યું છે.

ગત સિરીઝમાં જયદેવે સર્વાધીક વિકેટ ઝડપી હતી.એટલુંજ નહીં જયદેવ ઉનડકટને પણ 118 ટેસ્ટ મેચ બાદ ટીમમાં સ્થાન મળ્યું છે અને આ તક મળતાની સાથે જ તેને અત્યંત મહત્વની વિકેટ પણ ઝડપી હતી અને પોતાની કાબેલિયત અને પોતાની કલા ઉજાગર કરી હતી. બાંગ્લાદેશ તરફથી શાંતો અને ઝાકીર હસન 24 અને 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા તો સામે જયદેવ ઉનડકટ અને રવીચંદ્રન અશ્વિને એક એક વિકેટ પણ ઝડપી હતી.

ટીમ ઇન્ડિયા પ્લેઇંગ ઇલેવન

ભારત (પ્લેઇંગ ઇલેવન): કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, જયદેવ ઉનડકટ, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ

ટીમ બાંગ્લાદેશ પ્લેઇંગ ઇલેવન

નજમુલ હુસૈન શાંતો, ઝાકિર હસન, મોમિનુલ હક, લિટ્ટન દાસ, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન (કેપ્ટન), નુરૂલ હસન (વિકેટકીપર), મેહિદી હસન મિરાઝ, તૈજુલ ઇસ્લામ, ખાલેદ અહેમદ, તસ્કીન અહેમદ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.