રાજયની ફાર્મસી કોલેજોમાં પ્રવશ માટે ચાલતી પ્રક્રિયામાં હાલમાં 2300 બેઠકો ખાલી પડી છે. આ બેઠકો માટે આગામી 11મી સપ્ટેમ્બરથી કાર્યવાહી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ કે,આગામી દિવસોમાં હજુ વધુ નવી કોલેજોને મંજુરી મળે તેવી શકયતાં છે.

પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ તે પહેલા ફાર્મસીમાં પ્રવેશ માટે પહેલો રાઉન્ડ પુરો કરી દેવામાં આવ્યો હતો. પહેલા રાઉન્ડના અંતે 300 બેઠકો નોન રીપોર્ટિંગ અને 2 હજાર બેઠકો નોન એલોટમેન્ટ રહી હતી. આમ, 2300 બેઠકો ખાલી પડી હતી. આટલી બેઠકો ખાલી હોવાછતાં પેરા મેડિકલની પ્રવેશ પ્રક્રિયા ચાલુ હોવાથી ફાર્મસીની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં ફાર્મસીની ખાલી પડેલી અને હવે પછી નવી મંજુર થનારી બેઠકો માટે નવો રાઉન્ડ શરૂ કરવામાં આવશે.

પહેલા રાઉન્ડ પછી આટલી મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડી હોવાછતાં અંદાજે 11 નવી કોલેજોએ મંજુરી આપવામાં આવે તો 1360 બેઠકોનો વધારો થાય તેમ છે. હાલમાં 2300થી વધારે બેઠકો ખાલી છે અગામી દિવસોમાં વધ 1360 બેઠકોને મંજુરી મળી તેમ છે. આમ, 2500થી વધારે બેઠકો બીજા રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઓફર કરવામાં આવશે. પેરા મેડિકલમાં જે વિદ્યાર્થીઓને ઇચ્છીત બ્રાન્ચમાં પ્રવેશ ન મળે તેઓ છેલ્લે ફાર્મસીમાં પ્રવેશ લેતાં હોય છે. પેરા મેડિકલની પ્રથમ તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થાય બાદ હવે ફાર્મસીની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આગામી 11મીથી બીજો રાઉન્ડ શરૂ કરાશે. આ માટેનો વિસ્તૃત કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.