સૌરાષ્ટ્રમાં ઉના, કોડીનાર, ગિરગઢડા સહિતના આજુ બાજુના જિલ્લાને મેઘરાજાએ બાનમાં લીધા બાદ આજે વિરામ લીધો હતો. પરંતુ હજુ બીજો રાઉન્ડ આવશે તેવું હવામાન ખાતામાંથી જાણવા મળી રહ્યું છે. જો કે આજે સવારથી જ સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. બપોર પછી મેઘરાજા ઉના, સૈયદ રાજપરા ગામમાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યા છે અને રાજકોટમાં મુશળધાર વરસાદ શરૂ થતા રસ્તાઓ પર પાણી ભરાયા છે.
વરસાદને કારણે દેલવાડા કોઝવે પરથી મચ્છૂન્દ્રી નદીના પાણી ફરી વળતા 20 જેટલા ગામોમાં જવા માટેના રસ્તાઓ બંધ થયા છે. રાજકોટમાં મુશળધાર વરસાદ શરૂ થતા લોકોએ રાહત અનુભવી રહ્યા છે. તેમજ રાજકોટ જિલ્લામાં શાપર, ગોંડલ સુધી વરાસાદી માહોલ જામ્યો છે.