૧૯મીએ થર્ડ રેન્ડમાઈઝેશનમાં સ્ટાફને પોલીંગ સ્ટેશનનીફાળવણી થશે: દરેક બુથ ઉપર રહેશે ૫ કર્મચારીઓ
કાલે ગોંડલમાં અને રવિવારે જેતપુરમાં ચુંટણી સ્ટાફ માટે તાલીમવર્ગ
જસદણ વિધાનસભા બેઠકમાંપેટાચુંટણી માટે આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્ટાફની સેકન્ડ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ૧૦ ટકા કર્મચારીઓને રીઝર્વ રાખીને રેન્ડમાઈઝેશનકર્યું હતું. આ તકે ઓબ્ઝર્વર, જિલ્લા કલેકટર,અધિક કલેકટર, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી સહિતનાઅધિકારીઓ હાજર રહ્યા હતા.
જસદણ વિધાનસભા બેઠકનીપેટાચુંટણી માટે આગામી ૨૦મીએ મતદાન યોજાનાર છે ત્યારે ચુંટણી પ્રક્રિયામાં રોકાયેલાસ્ટાફનું અગાઉ ફર્સ્ટ રેન્ડ માઈઝેશન કરવામાં આવ્યું હતું. આજરોજજિલ્લા કલેકટર કચેરી ખાતે ચુંટણી સ્ટાફનું સેકન્ડ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જસદણ પેટાચુંટણી માટે ૨૮૮ પ્રિ-સાઈડીંગઓફિસર, ૨૮૮ ફર્સ્ટ પ્રિ-સાઈડીંગ ઓફિસર,૨૮૮ પોલીંગ ઓફિસર, ૨૮૮ ફિમેલ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સ્ટાફની ફર્સ્ટ રેન્ડમાઈઝેશન પ્રક્રિયામાં કર્મચારીઓ નકકીકરવામાં આવ્યા હતા. ત્યારબાદ આજે ઓબ્ઝર્વર, જિલ્લા કલેકટર, અધિક જિલ્લા કલેકટર અને નાયબ જિલ્લા ચુંટણીઅધિકારીની હાજરીમાં સેકન્ડ રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જસદણ પેટાચુંટણી માટેજિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ૧૦ ટકા સ્ટાફ રીઝર્વમાં રાખવામાં આવ્યો છે. ચુંટણીમાંરોકાયેલા સ્ટાફને આકસ્મિક સંજોગોમાં જો ગેરહાજર રહેવાનું થાય તે માટે ૧૦ ટકા સ્ટાફનેરીઝર્વમાં રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટાફનું થર્ડ રેન્ડમાઈઝેશન ૧૯મી એ હાથ ધરવામાં આવનાર છે. થર્ડ રેન્ડમાઈઝેશનમાં કર્મચારી ઓને કયાં પોલીંગ સ્ટેશન પર ફરજ બજાવવાની થશે તે નકકી કરવામાં આવશે.
જસદણ પેટાચુંટણીમાંગોંડલ અને જેતપુરના કર્મચારીઓને રોકવામાં આવ્યા છે. તેઓ માટે જિલ્લા ચુંટણી તંત્રદ્વારા તાલીમ વર્ગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આવતી કાલે ગોંડલ ખાતે તેમજ રવિવારે જેતપુર ખાતે તાલીમ વર્ગ યોજાનાર છે. જેમાં કર્મચારીઓ ને ફરજીયાત પણે હાજર રહેવા જણાવાયું છે.
મળતી માહિતી મુજબ જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીમાં ૨૫૬ જેટલામતદાન મથકો છે. ઉપરાંત ૬ પુરક મતદાન મથકની દરખાસ્ત જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા ચુંટણી પંચને કરવામાં આવી છે. આ તમામ મતદાન મથકો પર કુલપાંચ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જસદણ વિધાન સભા બેઠકમાં કુલ ૧૦૫ ગામનો સમાવેશ થાય છે. તેમજ બેઠકના મતદારોની સંખ્યા ૨,૩૨,૧૧૫ જેટલી છે.