ગુજરાતમાં આજે ૯૩ બેઠક માટે બીજા તબક્કાનું મતદાન શરુ થઇ ગયું છે વહેલી સવારથી જ મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 93 બેઠક માટે 833 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. પીએમ મોદી આજ રોજ અમદાવાદની રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું.
મતદાન માટે યુવોમાં જ નહિ પરંતુ વડીલોમાં પણ મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલે તેમના 95 વર્ષના માતા મણીબેન સાથે મતદાન કર્યું હતું.
કોંગ્રેસના જીગ્નેશ મેવાણી અને ભાજપના હાર્દિક પટેલનું ભાવીનક્કી થશે
કોંગ્રેસના ઉમેદવાર જીગ્નેશ મેવાણી વડગામ બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે તો ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ વિરમગામથી ચુંટણી લડી રહ્યા છે. ત્યારે ૮ ડિસેમ્બરે જાણવા મળશે કે કયો ઉમેદવાર બાજી મારશે અને ક્યાં ઉમેદવારને ઉજળું ભવિષ્ય મળશે. હાર્દિક પટેલના પત્નીએ જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના શાસનથી લોકો કંટાળ્યા છે. 8 ડિસેમ્બરે હાર્દિકની જીત નક્કી છે. વિરમગામના લોકો વિકાસને પસંદ કરશે. વિરમગામમાં પોસ્ટર કોને લગાવ્યા ખબર નથી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.
અમિત શાહએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે
ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.
ઇડરમાં ભાજપના ઉમેદવારે કર્યું મતદાન
ઈડર વડાલી ૨૮ વિધાનસભા સીટનાં ઉમેદવાર રમણ વોરા મતદાન કરવા પહોંચ્યા હતા ત્યાં સામાન્ય નાગરિકની જેમ કે.એમ.પટેલ વિદ્યામંદિર ખાતે પહોંચી લાઈન માં ઉભા રહી મતદાન કર્યું હતું. લોકશાહી નાં પર્વ નિમિતે લોકોને જંગી મતદાન કરવા અપીલ કરી હતી.