આજ રોજ બીજું નવરાત્રી  છે બીજા નવરાત્રી માં માં બ્રહ્મચારિણીની સાધના કરવામાં આવે છે. એમના જમણા હાથમાં જપ કરવાની માળા તેમ જ ડાબા હાથમાં કમંડળ રહેલું હોય છે. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઇન તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાના કારણે અદભુત તેજ તથા કાંતિના દર્શન થાય છે.

આ તેજ ત્રણેય લોકમાં વ્યાપેલું છે.બ્રહ્મચારિણીની અર્થ થાય છે તપનું આચરણ કરનારી દેવી અને માટે જ નવરાત્રી નું બીજું નોરતું સાધકો માટે ખુબ જરૂરી છે કેમ કે માતાના આ સ્વરૂપને સાધના માર્ગે આગળ વધવા માટે સમજવું જરૂરી છે સાધક જેમ જેમ સાધના માં આગળ વધે છે તેમ તેમ તેને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે કેમ કે નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે પરંતુ શરૂઆતમાં જ માં બ્રહ્મચારિણીનું સ્વરૂપ ચિત્તમાં ઉતરી જાય તો સાધક માયારૂપી સિધ્ધિઓમાં ફસાતો નથી  અને માટે જ માતા એ હાથમાં માળા અને કમંડળ ધારણ કરેલા છે.

તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. શક્તિ સાધનામાં જયારે આગળ વધતા હોઈએ ત્યારે ત્યાગ અને સમર્પણની ભાવના વિશેષ હોવી જોઈએ કૈક પ્રાપ્ત કરી લેવાની ભાવના થી આગળ વધવામાં માયાના વમળોમાં ફસાઈ જવાની શક્યતા રહેલી છે માટે શરૂઆતના નોરતામાં જ માતાનું બ્રહ્મચારિણી સ્વરૂપ આત્મસાત કરી લેવું જરૂરી બને છે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
      ૭૯૯૦૫૦૦૨૮૨   

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.