વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વર્ચ્યુઅલ સમિટનું ઉદઘાટન થશે
મેરિટાઇમ ઇન્ડિયા સમિટ ૨૦૨૧ની બીજી એડિશન વર્ચ્યુઅલ ફોર્મેટમાં ૨થી ૪ માર્ચ સુધી યોજાશે, જેમાં આશરે ૨૦,૦૦૦ પ્રતિનિધિઓ સહભાગી થશે, ૨૪ પાર્ટનર દેશો જોડાશે અને ૪૦૦થી વધારે પ્રોજેક્ટ પ્રસ્તુત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ૨ માર્ચના રોજ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ ૨૦૨૧નું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમનું આયોજન બંદર, જહાજ અને જળમાર્ગ (એમઓપીએસડબલ્યુ) મંત્રાલય કરશે, જેમાં ઔદ્યોગિક પાર્ટનર ફિક્કી અને નોલેજ પાર્ટનર ઇવાય છે.નેશનલ મીડિયા સેન્ટરમાં આ સમિટના આયોજન વિશે માહિતી આપતા કેન્દ્રીય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, મેરિટાઇમ ઇન્ડિયા સમિટ આંતરરાષ્ટ્રીય જોડાણ માટે શક્તિશાળી મંચ પ્રદાન કરશે તથા જાણકારી અને તકોના પારસ્પરિક આદાનપ્રદાન માટે પાર્ટનર દેશોને એકમંચ પર લાવશે
મનસુખ માંડવિયા અને વરિષ્ઠ અધિકારીઓએ એક પત્રકાર પરિષદ દરમિયાન MIS-૨૦૨૧ માટે એક બ્રોશર અને વેબસાઇટ www.maritime indiasummit.in લોંચ કરી હતી. હાલ ચાલુ કોવિડ-૧૯ રોગચાળાની સ્થિતિને કારણે સંપૂર્ણ સમિટ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ www.maritimein diasummit.in પર યોજાશે. મુલાકાતીઓ અને પ્રદર્શકો માટે નોંધણીની પ્રક્રિયા આ લોંચ સાથે આજથી શરૂ થઈ જશે.
બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ ડો. સંજીવ રંજને બજેટ ૨૦૨૧-૨૨માં દેશના વિવિધ બંદર, જહાજ અને દરિયાઈ ક્ષેત્ર સાથે સંબંધિત જાહેરાતો વિશે ટૂંકમાં જાણકારી આપી હતી તથા બજેટની પહેલોને આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા માટેની અભૂતપૂર્વ પહેલો ગણાવી હતી. ડો. રંજને ઉમેર્યું હતું કે, મુખ્ય બંદર સત્તામંડળ બિલ, ૨૦૨૦ પસાર થવાની સાથે સંપૂર્ણપણે નવી અને વિવિધ તકો ઊભી થશે.
ખઈંજ ૨૦૨૧ વિશિષ્ટ મંચ પ્રદાન કરશે, જેમાં દુનિયાભરના વિવિધ દેશોમાંથી જહાજ અને પરિવહન મંત્રીઓ/મહાનુભાવો ફિઝિકલ અને વર્ચ્યુઅલ હાજરી આપશે. આ સમિટમાં ડેડિકેટેડ સેશન્સ દ્વારા ભારતના દરિયાઈ રાજ્યોના પ્રતિનિધિઓ પણ સામેલ છે. આ સમિટમાં એક્સક્લૂઝિવ સીઇઓ ફોરમ અને વિવિધ થીમેટિક/બ્રેકઆઉટ સેશનો પણ સામેલ હશે.