જયેશભાઈ રાદડિયા, પરેશભાઈ ધાનાણી, નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો હાજરી આપશે; ૪૫ જેટલી દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે: ૭૪ જેટલી વસ્તુઓ દિકરીઓને કરિયાવરમાં અપાશે; ૫૦૦ કાર્યકર્તાઓની ફૌજ ખડેપડે: હોદેદારો ‘અબતક’ના આંગણે
‘એક માંડવે લગ્ન’ એટલે કે દ્વિતીય શાહી લગ્નોત્સવ માટે ટંકારા પંથકમાં અભૂતપુર્વ ઉત્સાહનો માહોલ: ટંકારાનાં સરદાર પટેલ સોશ્યલ
ગ્રુપ દ્વારા સમુહલગ્નની તડામાર તૈયારીઓ: નવદંપતીઓને આશિર્વાદ આપવા ગામે-ગામેથી મહાનુભાવો રહેશે ખાસ ઉપસ્થિત
સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારા સમુહ લગ્ન સમિતિ આયોજીત દ્વિતિય શાહી સમુહ લગ્નોત્સવ તા.૩૦.૧.૨૦૨૦ને વસંત પંચમી ગૂરૂવારના રોજ સાંજના યોજાયેલ હોય આ સમુહ લગ્નમાં ૪૫ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે આ અવસરે નવ દંપતિઓને આર્શીવચન આપવા રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, તેમજ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ખાસ હાજરી આપશે.
આ કાર્યક્રમ ટંકારા તાલુકાના હરબટીયાળી મુકામે નવનિર્મિત પટેલ સમાજ વાડી ખાતે યોજાયેલ છે. સમૂહ લગ્નમાં જોડાયેલ તમામ દીકરીઓને દાતાઓનાં સહયોગથી જીવન જરૂરીયાતની ૭૪ જેટલી વસ્તુઓ કરીયાવર રૂપે આપામાં આવશે.સમાજને પ્રેરણા માટે દિકરીઓ દ્વારા ખોટા ખર્ચને તીલાંજલી આપવા માટે પોટલી પ્રથા નાબુદ કરેલ છે. અને આ કાર્યક્રમમાં સર્વે સમાજના પરિવારો સમુહ ભોજન લેશે તેમજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારાના હોદેદારો તેમજ સલાહકાર બોર્ડના સભ્યો તેમજ દરેક ગામના કારોબારી સભ્યો અને સ્વયંમ સેવકો છેલ્લા ત્રણ મહિનાથી ભારે જહેમત ઉઠાવી રહ્યાછે. સમય શકિત અને સંપતીનો વ્યયના થાય તે સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારાનો ઉદેશ છે. અને સમાજના મુંબઈ ચેન્નઈ, પુના બેંગ્લોર, હૈદરાબાદ વડોદરા, અમદાવાદ, રાજકોટ, મોરબી તથા અન્ય શહેરોમાં વસવાટ કરતા સમાજના તમામ વ્યકિતઓ સહપરિવાર હાજર રહી દ્વિતિય શાહી સમુહ લગ્નોત્સવના સાક્ષી બનશે. સમુહ લગ્નને સફળ બનાવવા ૫૦૦થી વધુ સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહ્યા છે આ અવસરે ટંકારા આજુબાજુનાં ગામોમાંથી આશરે ૯૦૦૦ જેટલા લોકો ઉપસ્થિત રહી લ્હાવો લેશે આ વર્ષે ગૌશાળાના લાભાર્થે કુંડીઓ પણ મૂકવામાં આવી છે.સમુહ લગ્નને ભવ્ય બનાવવા ‘અબતક’ની મુલાકાત દરમ્યાન આગેવાનોએ વાતચીતમાં જણાવ્યું હતુ કે દર વર્ષે દાતાઓમાં સ્વયંભૂ ઉત્સાહ પ્રવર્તે છે. આ વર્ષે માત્ર ત્રણ કલાકમાં દિકરીઓને આપવાની ૫૧ વસ્તુઓ નકકી કરાઈ હતી. આ માટે ધનજીભાઈ ઢેઢી, સંજયભાઈ ડાકા,અરવિંદભાઈ ભાગીયા, કાંતીલાલ ગજેરા, હેમતભાઈ ભાગીયા, કિર્તીભાઈ ઢેઢી, પરેશભાઈ ઉજરીયા, ગણેશભાઈ દેવડા, રામજીભાઈ સંધાત, કાનજીભાઈ ભાગીયા, ભગવાન ભાગીયા, ભીખાભાઈ સંઘાત, ખોડીદાસ ભાગીયા સહિતના હોદેદારો તન-મન-ધથી સેવામાં જોડાયા છે. અહી નોંધનીય છે કે આ સમુહલગ્નોત્સવ માટે ૫૦૦ કાર્યકરોની ટીમ ખડેપગે છે. સમાજને પ્રેરણા માટે દિકરીઓ દ્વારા ખોટા ખર્ચને તીલાંજલી આપવા માટે પોટલી પ્રથા નાબુદ કરેલ છે. અને આ કાર્યક્રમમાં સર્વે સમાજના પરિવારો સમુહ ભોજન લેશે તેમજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ ટંકારાના હોદેદારો તેમજ સલાહકાર બોર્ડના સભ્યો તેમજ દરેક ગામના કારોબારી સભ્યો અને સ્વયંમ સેવકો છેલ્લા ત્રણ મહિનાથી ભારે જહેમત ઉઠાવી રહ્યાછે.