વેરાવળમાં અજાણ્યા શખ્સ દ્વારા  એસ.બી.આઈના સીડીએમમાં નકલી નોટો જમા કરાવવાનો તાજેતરમાં જ બીજો બનાવ નોંધાયો છે. જેમાં કેસ ડિપોઝિટ મશીનમાં રૂ. ૫૦૦ના દરમી ૪૯ નકલી નોટો જમા કરાવવામાં આવી છે. બેંક સત્તાવાળાઓએ આ મામલે વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ મામલે ગુનો નોંધી અજાણ્યા શખ્સો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. સપ્તાહ પૂર્વે કોડીનારમાં રૂ. ૨૦૦૦ના દરમી નકલી નોટો કેસ ડિપોઝિટ મશીનમાં જમા કરાવવામાં આવી હતી. તે પછી આ બીજો બનાવ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં નકલી નોટોનું મસમોટું રેકેટ ચાલતું હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. સરહદી તાલુકામાં નકલી નોટો જમા કરાવવામાં આવ્યાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.