વોર્ડ નં.૧૮ ખાતે વંદેમાતરમ ગ્રુપ, રાડો સ્ટીલ અને અરમાન ડેરી ફાર્મના સૌજન્યી દ્વિતીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન સિવિલ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થ થેલેસીમીયા ગ્રસ્ત દર્દી માટે કરવામાં આવેલ.
આ કેમ્પ ઓમકાર સ્કુલ, ૮૦ ફૂટ રોડ ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે મેયર બિનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, રાજકોટ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, અનુસુચિત જાતી મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનીતાબેન ગોસ્વામી, વિધાનસભા ૭૧ના પ્રભારી રાજુભાઈ બોરીચા, ડો. અમિતભાઈ હાપાણી, ડો.વિમલભાઈ કોઠારી, ડો.વેકરીયા, ડો.કલ્પેશ પટેલ, ડો.એચ.ડી. પટેલ, શૈલેશભાઈ પરસાણા, રાજુભાઈ માલધારી, વોર્ડ નં.૧૮ના પ્રમુખ સંજયસિંહ રાણા, મહામંત્રી હિતેશભાઈ ઢોલરીયા, રવિભાઈ ઠાકોર, મહેન્દ્રભાઈ વાછાણી, નરેન્દ્રભાઈ વીરડીયા, ભરતભાઈ સરધારા ઉપસ્તિ રહેલ.
આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા વંદેમાતરમ ગ્રુપના આયોજક મનોજભાઈ પાલીયા, સુરેશભાઈ બોઘાણી વિગેરે જહેમત ઉઠાવી હતી.