નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પાસે જમ્મુ તવી- નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો છે. જો કે, આ ઘટનામાં કોઈ મોટું નુકસાન નથી થયું. આવું એટલા માટે કેમ કે ટ્રેનનો કોચ પાટા પરથી ઉતરી ગયો ત્યાં સુધી પ્લેટફોર્મ પર ટ્રેન પહોચી ચુકી હતી. ઉત્તર રેલ્વેના એક પ્રવક્તાએ જણાવ્યું કે, આ ઘટના આજે સવારે છ વાગે ટ્રેનના પ્લેટફોર્મમાં પ્રવેશ કરતા સમયે બની હતી. ૭ સપ્ટેમ્બરે દિલ્હીમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. દિલ્હીના મિન્ટો બ્રીજ પાસે રાંચી રાજધાની એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ છે. આ ટ્રેનના એન્જીન અને પાવર બોગી પાટા પરથી ઉતરી ગયા હતા, દરરોજ અહિયાંથી ૯ થી ૧૦ ટ્રેન પસાર થાય છે. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પહેલા આ ઘટના બની છે જ્યાં ટ્રેનની ઝડપ સામાન્ય રીતે ઘીમી રહે છે. જો ટ્રેનની ઝડપ તેજ હોત તો અકસ્માત સર્જાત. રેલ્વે સુત્રો અનુસાર, પાટામાં કેટલીક ખામીઓ હતી, કેમ કે થોડાક સમય પહેલા જ વરસાદ પડ્યો હતો.ત્યારે, યુપીના સોનભદ્રના ઓબરા થાણા વિસ્તારના ફફરાકુંડ રેલ્વે સ્ટેશન પાસે પણ આ દિવસે એટલે કે ૭ સપ્ટેમ્બરે હાવડાથી જબલપુર જઈ રહેલ શક્તિપુંજ એક્સપ્રેસના સાત ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાં ૩ AC ડબ્બા પણ હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.