મૂડીબજારને બહારનાં જોખમો સામે રક્ષણ પૂરું પાડવા માર્કેટ નિયમનકાર સેબીએ બુધવારે નવી માર્ગરેખાઓ જારી કરી હતી. તેનો ઉદ્દેશ શેરબજારો તથા ક્લિયરિંગ કોર્પોરેશન્સ દ્વારા કરવામાં આવતાં આઉટસોર્સિંગ પર દેખરેખ રાખવાનો છે.
નવી માર્ગદર્શિકાથી એ સુનિશ્ચિત થશે કે બજારો તથા ક્લિયરિંગ કોર્પોરેશન્સ તેમની મુખ્ય અને મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિનું ત્રીજા પક્ષકાર પાસે આઉટસોર્સિંગ ન કરાવે તથા તેમણે આઉટસોર્સિંગની કામગીરી પર દેખરેખ રાખવા માટે મજબૂત સિસ્ટમને ગોઠવવાની જરૂર છે.
બજારના ઇન્ટરમિડિયેટરીઝને રિસ્ક એસેસમેન્ટ તથા પોલિસી ડોક્યુમેન્ટ આઉટસોર્સિંગ, એગ્રીમેન્ટ આઉટસોર્સિંગ, આઇટી સિસ્ટમને લગતા સર્વિસ લેવલ એગ્રીમેન્ટમાં લિસ્ટેડ રાહતનાં પગલાંના યોગ્ય ઓડિટની ખાતરી કરવાની જરૂર છે.
એક્સ્ચેન્જ તથા ક્લિયરિંગ કોર્પોરેશને એ બાબત નક્કી કરવાનાં પગલાં ભરવાનાં રહેશે જેમાં સર્વિસ ઉપલબ્ધ કરાવનારાઓ ઇમર્જન્સી પ્રોસિજર જાળવશે તથા ડિઝાસ્ટર રિકવરી માટે યોજના રાખશે અને બેક-અપ સુવિધાના સમયાંતરે ટેસ્ટિંગ કરાશે.
સેબીએ એક સરક્યુલરમાં જણાવ્યું હતું કે, એક્સ્ચેન્જ તથા ક્લિયરિંગ કોર્પોરેશનની મુખ્ય અને મહત્ત્વપૂર્ણ કામગીરીનું આઉટસોર્સિંગ નહીં થઈ શકે. જોકે, તેઓ સંકળાયેલી અથવા જૂથ કંપનીઓની કામગીરીનું આઉટસોર્સિંગ કરાવી શકે છે પરંતુ તેની શરત એ હશે કે આવા સોદામાં સ્પષ્ટ સીમા હોવી જોઈશે.
દેશનાં અગ્રણી શેરબજારો બીએસઇ અને એનએસઇ તેમનાં પોતાનાં ક્લિયરિંગ કોર્પોરેશન ધરાવે છે. સેબી અનુસાર ચોક્કસ પ્રવૃત્તિ માટેનું આઉટસોર્સિંગ સ્પેશિયાલિસ્ટ વેન્ડર્સ પાસેથી જ કરવામાં આવવું જોઈએ જેઓ તેમના ક્ષેત્રમાં નિષ્ણાત હોય. જેમ કે આઇટી સર્વિસિસ, નેટવર્ક સર્વિસિસ તથા આઇટી સિક્યોરિટી.
જોકે, આવા તમામ કેસમાં જવાબદારી તથા નિયંત્રણ સંપૂર્ણપણે બજાર