શહેરી ગરીબ પરિવારોને આત્મનિર્ભર બનાવી નેજ આત્મનિર્ભર રાષ્ટ્રનું સપન પુરૂ થાય
રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા પંડિત દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાનો મુખ્ય હેતુ શહેરી ગરીબ કુટુંબોને લાભપ્રદ સ્વરોજગાર અને કૌશલ્યપૂર્ણ વેતન રોજગારની તકો પૂરી પાડી તેમની ગરીબી અને નબળાઈઓ ધટાડવી, જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે. આ માટે પાયાના સ્તરે ગરીબો માટે સંસ્થાઓ ઉભી કરવી.ઘર વિહોણા લોકોને તબકકાવાર આવશ્યક સેવાઓથી સજજ આશ્રયો પુરાં પાડવાનું છે. શહેરમાં ફેરીયાઓને યોગ્ય જગ્યા, સંસ્થાગત ધિરાણ, સામાજિક સુરક્ષા, અને કૌશલો સુલભ બનાવવાનું છે.જે અંતર્ગત યોજનાનાં સામાજીક ગતિશીલતા અને સંસ્થાગત વિકાસ ઘટક હેઠળ સ્વ-સહાય જુથ ની રચના કરવામાં આવે છે.
શહેરી ગરીબી નિચે જીવતી બહેનોને રોજગારીની તકો ઉભી કરવી તથા સામાજિક સુરક્ષા માટેની સરકાર ની યોજનાઓનાં વિવિધ લાભો પ્રદાન કરવા માટે વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા અને સેબીનાં સહયોગથી સ્વ-સહાય જુથ-SHGની બહેનોને નાણાકીય શિક્ષણ વર્કશોપ વોર્ડ નં.16 ખાતે આવેલ કેદારનાથ સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ હતો.
આ વર્કશોપમાં 30 જેટલી બહેનોએ ભાગ લીધેલ હતો. જેમાં બહેનોને લગતી સરકાર ની વિવિધ યોજનાઓ તથા રોજગારી સંબધીત માહીતી ઉપરાંત બહેનો દ્વારા કાર્યરત સ્વ-સહાય જુથ-SHCનાં રજીસ્ટરો અને બેંકનાં વ્યવહારથી માહિતગાર કરવામાં આવેલ હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ શાખાના પ્રોજેક્ટ ઓફિસર કે.ડી.વાઢેરના માર્ગદર્શન હેઠળ SMID મેનેજર એસ.કે.બથવાર જહેમત ઉઠાવેલો હતી.