ગ્રાહકોના નાણાનો ગેરઉપયોગ કરતી કારવીના પ્રમોટર્સને 21 કરોડનો દંડ ફટકારાયો
માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર્વી ઈન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડ ઉપર 7 વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. હવે કાર્વી સર્વિસ નવા ક્લાયન્ટ બનાવી શકશે નહીં. કંપનીએ રેગ્યુલેટરી નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું ત્યારપછી સેબીએ આ કંપની પર નવા ક્લાયન્ટ ઉમેરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાજેતરમાં સેબીએ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે સેબીએ નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન પબ્લિક ઇશ્યૂની ડેટ સિક્યોરિટી પર પણ ધ્યાન આપ્યું છે.
નિયમો ને ધ્યાને લઇ જે કારણ સામે આવ્યું છે તે એ છે કે ગ્રાહકોના નાણાનો ગેરઉપયોગ કારવી દ્વારા કરવામાં આવ્તો હતો. એટલું જ નહીં કંપનીના પ્રમોટર અને ડાયરેક્ટરોને 21 કરોડ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે અને અન્ય ડાયરેક્ટરોને રૂપિયા પાંચ લાખનો દંડ ફટ કરી તેની રકમ આવતા 45 દિવસ સુધીમાં પરત આપવા માટે સૂચન અને તાકીદ પણ કરી છે.
સેબીએ તેના 13 પાનાના વચગાળાના આદેશમાં જણાવ્યું હતું કે કેએસબીએલ પાસે ન તો કોઈ ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે કે ન તો કોઈ કર્મચારી કંપની માટે કામ કરે છે. સેબીએ પોતાના આદેશમાં કહ્યું કે કોઈપણ મર્ચન્ટ બેંક કોઈપણ ભૌતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કર્મચારીઓ વગર કામ કરી શકે નહીં. સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે હવે કાર્વી ઇન્વેસ્ટર સર્વિસીસ લિમિટેડ હવે સેબીના રજિસ્ટર્ડ મર્ચન્ટ બેન્કર તરીકે સેવા આપશે નહીં. સેબીએ પોતાના આદેશમાં જણાવ્યું હતું કે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેનપાવરના અભાવે કોઈપણ કંપની તેની પ્રવૃત્તિ કરી શકતી નથી અને આ એક રીતે નિયમનકારી નિયમોનું ઉલ્લંઘન છે, તેથી સેબીએ કંપનીને મર્ચન્ટ બેંકના કાર્યક્ષેત્રમાંથી દૂર કરી દીધી છે.
કંપનીનું અસ્તિત્વ જે કાર્યરત નથી અને નિયમનકારી ધોરણોનું ઉલ્લંઘન કરતી હોય તે સિક્યોરિટીઝ માર્કેટની અખંડિતતા અને તેના હિતોને ગંભીર ખતરો પેદા કરી શકે છે. કેઆઈએસએલ બ્લોકની નવીકરણ ફી પણ ચૂકવવામાં આવી હતી. કંપનીએ ડિસેમ્બર 2022 થી ડિસેમ્બર 2025 સુધી ફી ચૂકવી નથી. આ મુજબ કાર્વી સર્વિસિસને નવા ક્લાયન્ટ ઉમેરવા પર પ્રતિબંધ છે અને સેબીના આગામી આદેશ સુધી કંપની આ કામ કરી શકશે નહીં.