સરકારી કચેરીની વેબ સાઇટ પરથી વકીલે કર્યુ સંશોધન
મોટર વ્હીકલ એકટના નવા નિયમોનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે. અને નવા કાયદાની ઝપટે ચડેલા લોકો દંડ ભરીને છુટકારો મેળવે છે. પરંતુ કાયદાથી અજાણ લોકોને એજ ખબર નથી કે સિટ બેલ્ટની જરુર કયા અને કેટલી સ્પીડમાં જરુર છે. સિટ બેલ્ટનો નિયમ માત્ર હાઇવે અને પ૦ કીમીની સ્પીડ કરતા વધુ ગતિમાં વાહન ચલાવતા વાહન ચાલકોને સીટ બેલ્ટ બાંધવાનો નિયમ છે. શહેરી વિસ્તારમાં ૩૦ કીમીની જ સ્પીડનો નિયમ છે તો પછી સિટ બેલ્ટના નામે ઉધરાણા શા માટે? તેમજ પોલીસને દંડ વસુલવાની સત્તા નથી. તે સત્તા આર.ટી.ઓ. ને ફકત સત્તા છે.
વાહન ગતિમાં હોય ત્યારે સીટ બેલ્ટ બાંધવો પડે રાજકોટ સહીત શહેરી વિસ્તારમાં ૩૦ કીમીની ગતિ મર્યાદા જેથી આર.ટી.ઓ. ની વેબ સાલટમાં જણાવ્યા મુજબ સીટ બેસ્ટ નિયમ ભંગ બદલ સત્તા પોલીસને નથી તે માટે આર.ટીઓના આસિ. મોટર વ્હીકલ ઇન્સ્પેકટર દંડ ઉધરાવાની સત્તા આપવામાં આવી અને જે માત્ર હાઇવે પર કાર્યરત હોય છે.
સેન્ટ્રલ મોટર એકટ રૂલ્સ ૧૯૮૯ જેમાં રૂલ્સ ૧૨૫ મુજબ વાહન ગતિમાં હોય ત્યારે સીટ બેલ્ટ બાંધવાની જરુર પડે જે ભારત સરકારની વેબ સાઇટ પર જોવા મળે છે.
રાજય સરકારની સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સના સીટ બેલ્ટ અંગે સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશનમાં ૨૦૦૧ ના ચુકાદામાં ચાલકને સીટ બેલ્ટ પહેરવો એવો હુકમ આપેલા દંડની રકમ શિક્ષા પાત્ર ગુહો.
કાર ચાલકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સ્પીડ લીમીટ ૩૦ થી વધુ ગતિમાં ન હોય ચલાવી શકતા ન હોય તેમજ આ વિસ્તારમાં ટ્રાફીક સમસ્યાના કારણે વાહન ચલાવવાની અગવડતા પડતી હોય તથા (ગુજરાતના ૨૦૧૦ પછી ના જીડીસી આરમા ફેરફારોના કારણે બીલ્ડીંગ હાઇરાઇઝ બનેલા છે. અને તેમાં પાકીંગ ન હોવાના કારણે લોકો રસ્તાના ઉપર પાકીંગ કરતા હોય જેને કારણે રસ્તા ટ્રાફીકની સમસ્યા થતી હોય છે. જેના કારણે વાહન અથડાતા વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ થતા હોય છે. આથી લોકો ખોટી રીતે દંડાય નહી તેમજ મોટર વ્હીકલ એકટના કાયદાનું પાલન કરવું જોઇએ તેમ અંતમાં એમ.એ.સી.પી. વાહના પ્રમુખ ગોપાલભાઇ ત્રિવેદી એ જણાવ્યું છે.