લાઇવ ઓરકેસ્ટ્રા અને સુરતાલના સથવારે સૌરાષ્ટ્રભરના સ્પર્ધકોએ જજીસને ડોલાવ્યા
ગુજરાતીઓ જેમ જમવાના શોખીન છે તેવી જ રીતે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ તેઓ એટલી જ રૂચી ધરાવે છે. બાલભવનમાં સીઝન ચેરીટેબલ ટ્રસ્ટ અને વોરા વેલ્ફેર દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ગુજરાતી ગીત ગઝલ સુગર સંગીત સ્પર્ધા-૨૦૧૮-૧૯ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૦૦ થી વધુ લોકોએ સંગીતના સુર રેલાવી ઉ૫સ્થિત લોકોને ડોલાવ્યા હતા. આ સ્પર્ધામાં લાઇવ ઓરકેસ્ટ્રા પણ રાખવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમા ઉ૫સ્થિત સિઝન્સ સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઇ જોષીએ જણાવ્યું હતું કે ગુજરાતી ભાષા લુપ્ત થતી જાય છે. તેને જીવંત રાખવાના આ અમારો એક પ્રયાસ છે. આ તકે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે જાફરાબાદ, દ્વારકા, સૌરાષ્ટ્ર કચ્છમાંથી સ્પર્ધકો વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આગામી ૩૦ ડિસેમ્બરના રોજ સેમી ફાઇનલ રાઉન્ડ છે. ઉપરાંત ફાઇનલ રાઉન્ડ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ પ જાન્યુઆરીના રોજ યોજાશે.