જાણીતા લેખિકા અને વકતા કાજલ ઓઝા વૈદ્ય સિઝન્સ ઓફ લાઈફ વિષય પર વકતવ્ય આપશે
સિઝન્સ સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સિઝન્સ સ્કવેર કલબના ચોથા વર્ષમાં પ્રવેશ પ્રસંગની ભવ્ય ઉજવણી રાજકોટમાં થવાની છે. ૨૦૧૮ના વર્ષ માટે કલબના નવા હોદ્દેદારોની શપથવિધિનો મેગા કાર્યક્રમ યોજાશે. તેની સાથે પ્રખ્યાત લેખિકા-વકતા કાજલ ઓખા વૈદ્ય ‘સિઝન્સ ઓફ લાઈફ’ વિષય પર વકતવ્ય પણ આપશે. કલબનો ભવ્ય સમારોહ રાજકોટના હેમુ ગઢવી ઓડિટોરિયમ (મીની) ખાતે તા.૧૭ના રોજ સાંજે ૮:૪૫ વાગ્યે રાખવામાં આવ્યો છે જે અંગે વિગત આપવા સત્યેન્દ્ર તિવારી, ભરત દુદકીયા, કૃનાલ જોષી, ઉર્વેશ પીપળીયા અને અનિલ ગુપ્તાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
શપથવિધિના કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓની ખાસ હાજરી રહેશે. શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, દિકરાનું ઘર આશ્રમના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી, એડવોકેટ અભયભાઈ ભારદ્વાજ, શ્રીજી ગૌશાળાના ટ્રસ્ટી રમેશભાઈ ઠક્કર તથા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય હાજર રહેશે. મેનેજીંગ ટ્રસ્ટી અલકાબેન વોરા અને ચેરમેન અજયભાઈ જોષીએ કહ્યું કે, નવા નવા સીંગર્સને પ્લેટફોર્મ આપવા માટે સીંગર્સ કલબ તો સંસ્થા ચલાવે જ છે. એ સાથે સેવાકિય પ્રવૃત્તિઓ અને સમાજ ઉપયોગી કાર્યો પણ કલબ દ્વારા થાય છે. સરકારી શાળાઓ, નબળા વિસ્તારો કે ઝુંપડપટ્ટીના બાળકોને કલબ દ્વારા ભરપેટ ભોજન વારે તહેવારે
કરાવાય છે.
બિમાર વ્યક્તિ માટે કલબ દોઢ લાખની કિંમતના થાય એવા આલિશાન બેડ સેવા માટે આપે છે. ભારેખમ બાટલા વિના દર્દીને ઓક્સિજન મળે તેવું ઈમ્પોર્ટેડ મશીન પણ આપે છે. વ્હીલચેર, નેબ્યુલાઈઝર, વોકર, એરબેડ, વોટર બેડ, ફૂટ વાયબ્રેટર અને ટોયલેટ ચેર પણ કલબ આપે છે.
સંસ્થા દ્વારા બે વર્ષથી ઓપન સૌરાષ્ટ્ર કરાઓકે સ્પર્ધા સફળતાપૂર્વક યોજવામાં આવી રહી છે. ત્રીજા વર્ષ માટે આ સ્પર્ધાની ટૂંકમાં જાહેરાત કરવામાં આવશે. કલબ દ્વારા નવા સભ્યોની નોંધણી ચાલુ છે. સભ્યપદ માટે મો.નં.૯૮૨૫૩ ૫૯૨૨૪ ઉપર સંપર્ક કરવો.