સીઝનલ ફલુ વ્યકિતની રોગપ્રતિકારક શકિત ઉપર અસર પહોંચાડતો હોવાથી બાળકો અને વૃદ્ધો માટે વધુ ખતરારૂપ
હાલ કોરોનાની મહામારી સમગ્ર ભારતભરમાં છે પરંતુ કોરોનાના કહેર વચ્ચે કયાંકને કયાંક આપણે ભુલી ચુકયા છીએ કે ચોમાસાની અને શિયાળાની ઋતુમાં સીઝનલફલુ ખુબ માથુ ઉંચકતું હોય છે અને લોકો સીઝનલ ફલુનું સામાન્ય બિમારીમાં ગણાવી ગણકારતા હોતા નથી પરંતુ સીઝનલ ફલુ બાળકો અને ૬૫ વર્ષના વૃદ્ધો માટે જોખમરૂપ પણ સાબિત થઈ શકે છે ત્યારે તજજ્ઞોનું માનવું છે કે ફલુની સ્થિતિને જોઈ આધુનિક રસીની ખુબ જ જરૂર છે.
ચોમાસાના આગમન સાથે જ આપણો પનારો વરસાદ આધારીત બિમારીઓ સાથે પડી જાય છે. મોટાભાગે ચોમાસા દરમિયાન ઋતુનો ઉપદ્રવ વધે છે. એનસીબીઆઈના આંકડા મુજબ ૨૦૧૯માં ૨૮૭૯૮ લોકો એચ-૧, એન-૧ સીઝનફલુનો ભોગ બન્યા હતા. આ વાયરો બાળકો માટે વધુ જોખમી રહે છે. પાંચ વરસથી નાના બાળકોને ફલુનું જોખમ વિકસિત દેશોમાં ૩ ગણુ રહેવા પામે છે. જયારે ભારત સહિતના દેશોમાં ૧૫ ગણુ જીવલેણ જોખમ રહે છે. સીઝનફલુની સમસ્યા પડકારરૂપ બને છે પરંતુ પ્રથમ આપણે મોસમી તાવ, તમને અને તમારા બાળકોને કેવી રીતે અસર કરે છે તે જોઈએ.
ઈનફલ્યુએન્ઝા વાયરસથી શ્વસનતંત્રમાં ઇન્ફેકશન લાગે છે. આપણા દેશમાં મોસમી તાવનો ઉપદ્રવ ચોમાસા અને શિયાળામાં વધે છે જોકે ઈનફલ્યુએન્ઝાના કેસ આપણા દેશમાં આખુ વરસ આવે છે. જાન્યુઆરીથી માર્ચ અને માર્ચથી ઓકટોબર સુધીના બે ગાળામાં શરદી, ખાંસી, માથાનો દુ:ખાવો, સ્નાયુ, સાંધાના દુ:ખાવા, ગભરામણ, ગળુ સુકવુ, નાક વહેવી જેવી સમસ્યાની આ બિમારી કાબુમાં લાવતા એક અઠવાડિયાથી વધુ સમય લાગી જાય છે. ખાંસી બે અઠવાડિયામાં કાબુમાં આવી જાય છે. ફલુમાં જોખમ વધુ રહેલુ હોય છે. ૨૦૧૯માં ૧૨૧૮ એચ-૧, એન-૧ના દર્દીઓ દેશમાં નોંધાયા હતા. ઈનફલ્યુએન્ઝાની ગંભીરતા જરાપણ અવગણવી ન જોઈએ. નાના બાળકોને તેનાથી બચાવવા જોઈએ. તબીબો અને નિષ્ણાંત લોકો તમામને સીઝને ઈનફલ્યુએન્ઝાની રસી લેવાની હિમાયત કરી છે. છ મહિનાથી પાંચ વર્ષની વય જુથના બાળકોને સુરક્ષિત રાખવા જોઈએ.
ઈનફલ્યુએઝાનો ઉપદ્રવ દર વર્ષે આવે છે અને મોટાભાગના લોકોને ઝપેટમાં લઈ લે છે ત્યારે નાની ઉંમરના બાળકો માટે ઈનફલ્યુએન્ઝા રસી બાળકો માટે જરૂરી છે. ડબલ્યુએચઓએ માહિતી જાહેર કરીને ઈનફલ્યુએન્ઝા રસીનો ઉપયોગ કરી બાળકો અને પરિવારને સુરક્ષિત રાખવાની હિમાયત કરી છે. ૨૦૧૯માં હાથ ધરવામાં આવેલ સર્વેમાં ૪૦ ટકા લોકો ફલુને ગંભીર ગણતા નથી અને મુશ્કેલીમાં મુકાય જાય છે. ૩૭ ટકા ગર્ભવતી મહિલાઓની ગંભીરતા સમજતી નથી બધા માને છે કે ફલુ મટી જાય તેવો રોગ છે. ફલુ શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી થાય કે તરત જે પ્રહાર કરે છે. બાળકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાથી ફલુથી બચવા માટે તબીબોની સલાહથી રસી લેવી જોઈએ.
સીઝનલ ફલુ દરેક વર્ગના કામદારો ૬ મહિના પાંચ વર્ષ સુધીના બાળકો, ૬૫ વર્ષથી વધુના વૃદ્ધો, ગર્ભવતી મહિલાઓ અને સામાન્ય લોકોને ફલુ ઝપેટમાં લઈ શકે છે. શરીરમાં રોગપ્રતિકારક શકિત વધે તેવો ખોરાક લેવો જોઈએ. એવી દવાથી ફલુ કાબુમાં આવે છે આ માટે આઈએપીએસીવીઆઈપી કારગત નિવડે છે. દર વર્ષે શિયાળા-ચોમાસામાં આવતી સીઝનમાં બાળકો અને વૃદ્ધો માટે ફલુ વધારે જોખમી છે તેની સામે તમામે સાવચેતી રાખવી જોઈએ.