- શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીના કેસોમાં નોંધપાત્ર વધારો, આરોગ્ય તંત્રમાં દોડધામ
- વાતાવરણમાં ફેરફારને કારણે રોગચાળા ફાટી નીકળ્યા છે,ત્યારે રાજકોટની પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓમાં નોંધ પાત્ર વધારો થતાં ધસારો જોવા મળ્યો છે.
ચોમાસુ આવી પડતાં વાતાવરણમાં ફેરફાર થયો છે.ઠેર ઠેર પાણી ભરાતા કોલેરા,ડેન્ગ્યુ,ચિકનગુનિયાના રોગો ફાટી નીકળ્યાં છે.જેથી સિવિલ હોસ્પિટલના મેડિસન વિભાગમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.દર્દીઓમાં નોંધપાત્ર વધારાની સાથે સારવાર માટે વોર્ડ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.જ્યાં નિયમિત ધોરણે તબીબો આવતા તેની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.જેથી તસવીરમાં દર્શાવ્યાં અનુસાર સિવિલ હોસ્પિટલમાં ભારે ભીડ જણાય રહી છે.
વિવિધ બીમારીઓમાં શરદી-ઉધરસ અને ઝાડા-ઉલ્ટીમાં નોંધપાત્ર વધારો થયો છે.આ સાથે જ માથાનો દુખાવો અને કળતર જેવા રોગોમાં વધારો થયો છે.સિવિલમાં મેડિસન વિભાગની સાથે સાથે દવાબારીમાં પણ દર્દીઓનો ધસારો નજરે પડે છે.વાતાવરણમાં ફેરફારોને કારણે નોંધાતા રોગોમાં વધારાને અટકાવવા લોકોએ સાવચેતી જળવવવી અનિવાર્ય છે.ઠંડા પાણીનું સેવન અટકાવવું,શરીરમાં નબળાઈ જણાય તો તબીબની સલાહ વગર કોઈ મેડિકલ સ્ટોરએથી દવા ન લેવી જોઈએ. મચ્છર ઉત્પન્ન ન થાય એ માટે ઘર નજીક વરસાદના પાણીના ખાડા ખાબોચિયા ન ભરાઈ એ માટે સ્વચ્છતા જળવવવી જોઈએ.વરસાદના પાણીમાં ન ભિજાવવું અને શરીરની સાવચેતી જાળવવી.બાળકો અને વૃદ્ધોનું ખાસ ખ્યાલ રાખવો જોઈએ.
સિવિલ હોસ્પિટલના ઓપીડી બિલ્ડિંગમાં જે તે વિભાગમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. ઋતુજન્ય રોગોમાં વધારો નોંધાતા સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ યોગ્ય રીતે સંચાલન કરી દરેક વિભાગમાં તબીબની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ હોવાથી અત્રે જે તે તાલુકાના દર્દીઓ પણ સારવાર અર્થે આવે છે.સિવિલ હોસ્પિટલએ આરોગ્ય સુખાકારીનું એક ધામ છે.રાજકોટ સિવિલ હોસ્પિટલ દરેક પડકારોને ઝીલવા માટે તત્પર છે.કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર પ્રદાન કરવામાં આવે છે