- મિશ્ર ઋતુનો અહેસાસ થતાં તાવ, શરદી ઉધરસના કેસ બમણા: સામાન્ય રીતે 500 ઓપીડીની સંખ્યા એકાએક 1200 પહોંચી ,કેસ અને દવા બારીએ ધસારો
મિશ્ર ઋતુન કારણે સવાર સાંજ શિયાળો અને બપોરનો ઉનાળા ની ઋતુનો અહેસાસ થાય છે આથી તો ઋતુ જન્મ્ય રોગચારો વાકર્યો છે. ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે રેગ્યુલર 500 ઓપીડી નોંધાતી હોય છે. ડબલ ઋતુના લીધે અઢી ગણ ઉછાળો આવ્યો છે.હોસ્પિટલ સત્તાવાળા ઊંધા માથે થયા છે.દર્દીઓનો ધસારો વધી જતાં કેસબારી અને દવાબરીમાં લાંબી કતારો જામી છે.
રાજકોટમાં રોગચાળામાં વધારો થતાં ઓપીડી કેસમાં વધારો થયો છે.દૈનિક 500 કેસોના બદલે હાલમાં 1200 જેટલા ઓપીડી કેસનો જોવા મળી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. હાલમાં મિશ્ર ઋતુ હાલમાં અનુભવાઈ રહી છે, આ દરમિયાન રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.સામાન્ય શરદી ઉધરસના કેસમાં બમણો વધારો જોવા મળે છે.કફ જેવા રોગથી બાળકોના મોત નીપજ્યાની ઘટના બનતા આરોગ્ય તંત્ર એલર્ટ થઈ લોકોને આરોગ્યની કાળજી રાખવાની સલાહ આપી છે.
ડબલ ઋતું જામતા સિવિલ હોસ્પિટલમાં લોકો સારવાર અર્થે આવી રહ્યા છે ત્યારે સામાન્ય ઘરગથ્થું ઉપાયો થકી પણ રોગને નાથવા માટે કાળજી લેવી જોઇએ. કસરત અને રોગ થકી સામાન્ય રોગ દૂર રહે છે.