બિનખેતીમાં ભ્રષ્ટાચાર અને વિલંબ દુર કરવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય
રાજય સરકાર દ્વારા જમીનની બિનખેતી પ્રક્રિયાને પારદર્શક બનાવી ભ્રષ્ટાચાર તથા વિલંબ દુર કરવા મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન બનાવી સાત જ દિવસમાં મંજુરી આપવા નિર્ણય લીધો છે.
રાજયમાં બિનખેતી પ્રક્રિયામાં થતો બેફામ ભ્રષ્ટાચાર જગજાહેર છે ત્યારે રાજય સરકાર દ્વારા બિનખેતી પ્રક્રિયાને સંપૂર્ણપણે પારદર્શક બનાવવા ખાનગી કંપની સાથે હાથ મિલાવેલ છે અને બિનખેતીની પ્રક્રિયા સંપુર્ણપણે ઓનલાઈન બનાવી સાત જ દિવસમાં બિનખેતીની મંજુરી આપવા નકકી કર્યું છે. અગાઉ બિનખેતીની પ્રક્રિયામાં જુદા-જુદા ઓન.ઓ.સી લેવામાં ખેડુતો અને અરજદારોને જુદા-જુદા ૨૦ ટેબલો ફરવા પડતા હતા અને પ્રતિ એકર ૧ લાખથી દોઢ લાખનો ખર્ચ કરવા છતાં કેટલાક કિસ્સાઓમાં બે-બે વર્ષ સુધી બિનખેતીની પ્રક્રિયા કરવામાં ન આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.