રાજકોટ રેલવે મંડલ દ્વારા
રેલવે મુસાફરોની માંગને લઇ તેમની સુવિધા માટે પશ્ચીમ રેલવે દ્વાર સીઝન ટીકીટ ધારોકોને રાજકોટથી પસાર થતી બે એકસપ્રેસ ટ્રેનોમાં અનારક્ષિત ડબ્બાના અમુક સેકશન પર યાત્રા કરવાની અનુમતિ આપે છે. રાજકોટ મંડલના મંડલ રેલ પ્રબંધક પી.બી. નિનાવે જણાવ્યું કે સીઝન ટીકીટ ધારકોને આ સુવિધા ૬ મહીના માટે પ્રાયોગીક ધોરણે આપવામાં આવી છે.
જેમાં ગાડી નં. ૧૯૫૭૧ રાજકોટ પોરબંદર તથા ૧૯૫૭૧ રાજકોટ પોરબંદર તથા ૧૯૫૭૨ પોરબંદર રાજકોટ એકસપ્રેસ માં સીઝન ટીકીટ ધારક હવે રાજકોટ-વાસજાળીયા રાજકોટ સેકશન વચ્ચે અનારક્ષિત ડબ્બામાં મુસાફરી કરી શકશે.
ગાડી સંખ્યા ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ તથા ૧૯૧૨૦ સોમનાથ અમદાવાદ ઇન્ટરસીટી એકસપ્રેસ માં સીઝન ટીકીટ ધરાવતા મુસાફરો હવે રાજકોટ વેરાવળ રાજકોટ સેકશન વચ્ચે અનારક્ષિત ડબ્બામાં મુસાફરી કરી શકશે.
ઉલ્લેખનીય છે કે યાત્રી માત્ર રેલવે પ્રશાસન દ્વારા અધિકૃત મેલ તેમજ એકસપ્રેસ ટ્રેનમાં જ સીઝન ટીકીટ પર યાત્રા કરી શકે છે.