સિઝન સ્કવેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક નવો આયામ શરુ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ દ્વારા અંતિમવિધી વ્યવસ્થાપન શરુ કરવામાં આવ્યું છે. આ આયામ તળે કોઇને ત્યાં અવસાન થયું હોય એ પ્રસંગે દરેક રીતે મદદરુપ થવાની ભાવના છે. નિહારની સામગ્રી, પ્રાર્થનાસભા-બેસણું ઉઠમણું વ્યવસ્થાપન, શ્રઘ્ધાંજલી સામગ્રી (પર્સનલાઇઝ બુક-સીડી) સ્મરણાંજલી સામગ્રી (પ્લાસ્ટીક તથા સ્ટીલ વાસણ ફ્રેમ, મૂર્તિઓ વિગેરે) રાહતદરે ભોજન ટીફીન વ્યવસ્થા અને બારમાં-તેરમાં ઉત્તરક્રિયા કાર્ય વ્યવસ્થાપન ઉપરાત આ પ્રસંગે આવેલા સ્વજનો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરી અપાય છે. જે પરીવારમાં ઓછા સભ્યો હોય ત્યારે આવી સેવા ઉ૫યોગી નીવડે છે. ટ્રસ્ટનો હેતુ પણ આવા પરીવારોને મદદરુપ થવાનો છે.આ અંગે વિગતો આપવા ટ્રસ્ટના કુણાલ જોષી, કોમલ મહેતા, અને કાર્તિક કચ્છીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ટ્રસ્ટ અન્ય સેવાઓ જેવી કે દર્દીને સારવાર અંગે માર્ગદર્શન, અતિ આધુનિક હોસ્પિટલ બેડ, કુલ્લી ઓટોમેટીક ઓકિસજન, મશીન વ્હીલચેર ટોયલેટ ચેર વોકર એરબેડ-બોટર બેડ નેબ્યુલાઇઝર મશીન ફુટ વાઇબ્રેટર, બોડી વાઇબ્રેટર મશીન વગેરે પણ અપાય છે. વધુ વિગત માટે મો.નં. ૯૫૩૭૭ ૫૦૯૯૯ નો સંપર્ક કરવા જણાવાયું છે.
અંતિમ વિધિની વ્યવસ્થામાં સિઝન સ્કવેર ટ્રસ્ટની અનન્ય સેવા
Previous Articleજી.એચ.પી ગ્રુપ દ્વારા આવતીકાલે સુથાર સમાજનો ગજજર રાસોત્સવ
Next Article કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓના કલેકટર કચેરી સામે ધરણા