આવકવેરા વિભાગ સાથે છેતરપિંડી કરનારાઓની ‘ખેર’ નહીં !!!
કાર્યવાહીના પ્રથમ દિવસે આઇટીએ તમામ દસ્તાવેજ, ડિજિટલ ડેટા સહિતની ચીજ વસ્તુઓ ‘સિઝ’ કરી !!!
કંપનીના માલિકો,અને ભાગીદારો પર વહેલી સવારથીજ સર્ચ ઓપરેશન શરૂ !!!
આવકવેરા વિભાગ કાલે તમામ કંપનીઓ કે જે દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે કાર્ય કરી રહી છે તેના ઉપર આકરા પગલા ભરવામાં આવી રહ્યા છે. રીયલ એસ્ટેટ બાદ વિવિધ ક્ષેત્રમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જે બાદ હવે શિપિંગ કંપની ઉપર પણ આવકવેરા વિભાગ દ્વારા તવાય બોલાવવામાં આવી છે. આવકવેરા વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ જામનગરની ઇનાયત મુસા શિપિંગ કંપની કે જે શિપના પાર્ટ્સ બનાવી રહી છે તેના ઉપર વહેલી સવારથી જ સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર અને રાજકોટ આવકવેરા વિભાગની ટીમ દ્વારા વહેલી સવારથી જ કંપની ની ઓફિસ માલિકોના ઘરે કાર્યવાહી શરૂ કરી છે જેમાં તમામ ડિજિટલ ડેટા અને દસ્તાવેજો ને સિઝ કરી દેવામાં આવ્યા છે.
દાંત માહિતી મુજબ આ અસર ચોપરેશન આગામી કેટલા દિવસ સુધી ચાલે તે અંગે કોઈ અંદાજો આવ્યો નથી પરંતુ એ વાત સાચી છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે અને ખૂબ મોટા પ્રમાણમાં રોકડ પણ જપ્ત થશે. આ સર્ચ ઓપરેશનમાં રાજકોટ અને જામનગરની ટીમ સંયુક્ત રીતે જોડાઈ છે. શિપિંગ કંપની ઉપર આવકવેરા વિભાગના દરોડા પડતા ની સાથે જ અન્ય કંપનીઓ ઉપર પણ હાવ જોવા મળ્યો છે અને ફફડાટ પણ મચી ગયો છે. વાનું એ રહ્યું કે ઇનાયત મુસા એન્ડ કંપની દ્વારા કેટલા પ્રમાણમાં બેનામી વ્યવહારો થયેલા હોવાનું સામે આવે છે.
છેલ્લા એક થી બે મહિના દરમિયાન આવકવેરા વિભાગની સાથો સાથ જીએસટી વિભાગ દ્વારા પણ કરચોરો ઉપર સતત તવાઈ બોલાવવામાં આવી રહી છે અને તેમના દ્વારા જે કર ચોરી કરવામાં આવતી હોય તેના ઉપર પણ પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને તમામ સેન્ટ્રલ એજન્સી પછી તે આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ હોય એ વાત ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે કઈ રીતે કરચોરી કરતી કંપનીઓ ઉપર તવાય બોલાવવામાં આવે. નહીં આવનારા દિવસોમાં સરકાર આ નીતિ નિયમને પણ વધુ આકરા બનાવશે અને એ વાત ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરશે કે કોઈપણ કંપની કરચોરી કરે નહીં અને કરે તો તેને સહેજ પણ બક્ષવામાં આવે નહીં.
હાલ શિપિંગ કંપની ઉપર જે રીતે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તેનાથી એ વાતનો અંદાજો કે શિપિંગ કંપની દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં બે નામી વ્યવહારો કરવામાં આવેલા છે ત્યારે હાલ આવકવેરા વિભાગ દ્વારા સરચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું તે બાદ હવે કદાચ જીએસટી વિભાગ પણ આ કંપની ઉપર તવાઈ બોલાવે તો નવાઈ નહીં. આગામી બજેટમાં પણ આવકવેરા વિભાગ અને જીએસટી માં ઘણા ફેરબદલ થવા ની અપેક્ષાઓ છે ત્યારે હવે દરેક સેન્ટ્રલ એજન્સી દ્વારા આ તમામ છેતરપિંડી કરતી કંપનીઓ ઉપર રોક મુકવા આકરા પગલાઓ સરચ ઓપરેશન મારફતે લેવામાં આવી રહ્યા છે.