અબતક,રાજકોટ
આવકવેરા વિભાગ સમગ્ર દેશમાં કરચોરો પર પોતાની લાલ આંખ કરી રહ્યું છે. જ્યારે જે પણ કંપની કે પેઢી કરચોરી કરતા સામે આવે છે તેમના ઉપર ચર્સ અને સર્વેની કામગીરી આવકવેરા વિભાગ દ્વારા સતત હાથ ધરવામાં આવતી હોય છે. દેશની આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે દરેક કરદાતાઓએ તેમનો યોગ્ય રીતે કર ભરવા માટે બંધાયેલા છે. છતાં પણ જે રીતે ગેરરીતિ આચરવામાં આવે તેને કેવી રીતે ડામી શકાય તેને ધ્યાને લઈ આવકવેરા વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવે છે.
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ ખાતે સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માણેકચંદના ડિલર્સને ત્યાં આવકવેરા વિભાગને દરોડા પડ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ પાલડી, કાલુપુર, આશ્રમ રોડ સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
સાથો સાથ માણેકચંદના ડિલર્સના ભાગીદારો ઉપર પણ આવકવેરાની તવાઈ બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. માણેકચંદના ડિલર્સ મુસ્તફા શૈખનું ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું છે ત્યારે ઘણી બેનામી મિલકતો સામે આવે તો નવાઈ નહીં.