- સીરા પાછળની દોડ આવકવેરા માટે ‘લાડવો’ લઇ આવશે?
- આજે 18 જગ્યાઓ પર કાર્યવાહી પૂર્ણ થવાની શક્યતા : રાજકોટ વિંગના ટોચના અધિકારીઓ દિવસ રાત સર્ચમાં જોડાયા
- આવકવેરા વિભાગને અંકિત સીરાનું લેપટોપ મળે તેવા ઉજળા સંકેતો : અબજોના બિનહિસાબી વ્યવહારો મળી આવવાની શક્યતા
- અંકિત સીરા પાસેથી 95 લાખ રોકડ અને 350 કરોડના બેનામી વ્યવહારો કર્યા હોવાની ડાયરી મળી આવી
આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર લોબી ઉપર જેસર ચોપરેશન હાથ ધરવામાં આવ્યું છે તે અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચ્યું છે. ત્યારે આવકવેરા વિભાગ એકમાત્ર લેપટોપ પાછળ જ પોતાની સમગ્ર તપાસ અને કેન્દ્રિત કરી દીધી છે અને જો વિભાગના હાથમાં અંકિત શિરા નું લેપટોપ લાગશે. તો અબજોના બે નામની વ્યવહારો સામે આવી શકે છે અને અનેક નવા ઘટસ્પોટ પણ થાય તો નવાઈ નહીં. વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજના દિવસે 18 જેટલી જગ્યાઓ પર સરચ ઓપરેશન પૂર્ણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બિલ્ડર લોબી પરના સરચ ઓપરેશનને ચાર દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે ત્યારે હજુ પણ બે દિવસ તપાસનો ધમધમાટ અંકિત શિરા ની સાથે દિલીપ લાદાણી એટલે કે લાડાણી ગ્રુપ અને ઓરબીટ ગ્રુપ પર રહે તેવું સ્પષ્ટ છે.
હાલ છે તપાસ ચાલી રહી છે તેમાં રાજકોટ વિંગના ટોચના અધિકારીઓ દિવસ રાત સરચ ઓપરેશનમાં જોડાયા છે અને કોઈ મોટી લીડ હાથમાં મળે તે માટે સતત પ્રયત્નો પણ કરે છે. રાજ પેલેસ ખાતે મળેલા સીસીટીવી ફૂટેજ ના આધારે આવકવેરા વિભાગની એક ખાસ ટીમ વિશેષ શોધખોળમાં લાગી ગઈ છે. અત્યારે આવકવેરા વિભાગને અંકિત સીરા પાસેથી 95 લાખ રૂપિયા રોકડા તથા 350 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોની ડાયરીઓ મળી આવી છે.
હાલના સર્ચ ઓપરેશનમાં કુલ આવકવેરા વિભાગને ત્રણ કરોડ જેટલી રોકડ તથા 500 થી 600 કરોડ રૂપિયાના બેનામી વ્યવહારોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ લાડાણી અને ઓરબીટ ગ્રુપના પ્રોજેક્ટમાં કયા બિલ્ડરો ની સંડોવણી છે તેની યાદી પણ તૈયાર કરવામાં આવી છે .
સર્ચ દરમિયાન કુલ 14 લોકર મળી આવ્યા
આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં 14 લોકર મળી આવ્યા છે જેને સીઝ કરી સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવશે. લોકરમાં કઈ વસ્તુ અને કેટલી વસ્તુઓ પડેલી છે તેની કિંમત શું છે તે સ્થળ ચોપરેશન પૂર્ણ થયા બાદ જ માલુમ પડશે.
લેપટોપનો ડેટા વીંગ માટે ખુબજ ઉપયોગી
લાદાણી ગ્રુપના દિલીપભાઈ લાડાણીના ભાણેજ અંકિત સીરા પાસે જે લેપટોપ પડેલું છે તે આવકવેરા વિભાગ માટે ખૂબ ઉપયોગી અને મહત્વનું છે આકરી પૂછપરછ પ્રિયા પછી પણ અંકિત દ્વારા આ અંગે કોઈ ફોડ પાડવામાં આવી નથી. ત્યારે વિંગના ટોચના અધિકારી દ્વારા અંકિત સીરાનું લેપટોપ ગોતવા માટે તાકીદ કરવામાં આવી છે. વિભાગને મળેલી લીડબાદ જ એ વાત સ્પષ્ટ થઈ હતી કે અંકિત સીરા પાસે રહેલું લેપટોપ અનેક રાઝ ખોલશે.
અંકિત સીરા અને તેની પત્ની સર્ચની આગલી રાતે ક્યાં ગયાં’ તા તે વિભાગ માટે સૌથી મોટો વણઉકેલ પ્રશ્ન
સરચ ઓપરેશન જે દિવસે શરૂ થયું તેની આગલી રાત્રે જ અંકિત શીરા અને તેની પત્ની લેપટોપ બેગ અને હેન્ડબેગ લઈ ક્યાંક ગયા હતા અને ગણતરીની મિનિટોમાં જ તેઓ તેમના નિવાસ્થાન રાજ પેલેસ ખાતે પરત ફર્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ચૂકી છે . ત્યારે વિંગના અધિકારીઓને એ વાત ઉપર શંકા છે કે તેઓ જે બેગ અને હેન્ડબેગ લઈને ગયા તેમાં ઘણાખરા પુરાવાઓને ક્યાંક છુપાવી દેવામાં આવ્યા છે અને આ અંગે અધિકારીઓ દ્વારા સધન તપાસ પણ કરવામાં આવી રહી છે પરંતુ વિભાગ માટે આ મુદ્દો અત્યારના વણઉકેલ છે . જેના પરથી પડદો હટાવવો વિભાગ માટે ખુબજ જરૂરી છે.