જેતપૂર ગ્રામ્ય પંથકમાં દિવસે વીજ આપવા સરપંચો, ખેડુતોનું મામલતદારને આવેદન
જેતપૂર તાલુકાના ગ્રામ્ય પંથકમાં સીમવિસ્તારમાં વીજ પૂરવઠો રાત્રીને બદલે દિવસ દરમ્યાન આપવા સરપંચો અને ખેડુતો દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયું હતુ.
જંગલમાં વસવાટ કરતા સિંહો, દીપડાઓ હવે માનવવસાહત તેમજ ગ્રામ્ય વિસ્તારમા વાડીખેતરોમાં આંટાફેરા કરતા હોવાથી રાત્રીના ખેતરમાં કામ કરતા ખેડૂતો માટે ભયજનક ચિંતા ફેલાય હતી તેમજ ખેડૂતોના માલઢોરને સિંહો, દીપડાઓ અવારનવાર ફાડી ખાતા હોવાથી નુકશાની ખેડૂતો વેઠી રહયા છે સીમવિસ્તારમાં રાત્રી દરમ્યાન જ વીજપુરવઠો મળતો હોવાથી ખેડૂતોને સીમના કામો રાત્રી દરમ્યાન જ ભયના માહોલ વચ્ચે કરવા પડે છે ત્યારે જેતપુર તાલુકાના ભેડા પીપરિયા, ખારચિયા ,અમરાપર,અને રેશમડી ગાલોડ સહિતના ગ્રામ્યના સરપંચો એકઠા થઇ જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે ગ્રામ્ય પંથકના સીમવિસ્તારમાં દિવસ દરમ્યાન વીજપુરવઠો આપવામાં આવે તો ખેડૂતો કોઈપણ ભય વગર ખેતીના કામો કરી શકશે હાલ ખેતીની સિઝન હોવાથી ખેડૂતો અને મજૂરો સિંહ દીપડાના ભય થઈ વાડીએ જતા પણ ડરે છે આ વિસ્તારની સિમોમાં સાતેક જેટલા સિંહ સાથે દીપડાઓના આંટાફેરા વધવાથી ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠી રહયા છે જે મુદ્દે આસપાસના સરપંચો સહિત ખેડૂતો સાથે મળી જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી દિવસ દરમ્યાન વીજપુરવઠો મળે તેવી રજુઆત કરી હતી