લોસ એન્જલસઃ ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટમાં 2017 મેટ ગાલા એવોર્ડ યોજાયો હતો. જેમાં હોલિવૂડ સ્ટાર્સ અલગ-અલગ ફેશન ડિઝાઇનર્સના આઉટફીટ પહેરીને આવ્યા હતાં. આ આઉટફિટમાં કોઇ બોલ્ડ લાગી રહ્યું હતું તો કોઇ ગ્લેમરસ અંદાજમાં ક્લિક થયા હતાં.

રેડ કાર્પેટ પર પોતાના બોલ્ડ આઉટફિટથી સિંગર નિકી મિનાજે સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું તો મોડલ કેન્ડલ જેનર તેમજ ગેમ્સ ઓફ થ્રોન્સની સાન્સા એટલે કે સોફી ટર્નરે પણ પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો હતો.આ ઉપરાંત એલેક્સા ચંગ, ડેઇઝી રિડ્લે, ડાકોટા જ્હોનસન, ગિગિ હૈદિદ, કેરોન એલ્સન, રિટા ઓરે વગેરે જેવા સેલિબ્રિટીઝ રેડ કાર્પેટ પર ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.