પ થી ૮ વર્ષનો મીલકત વેરો બાકી હતો: કરદાતાઓએ બે દિવસમાં વેરો ભરી જવાની ખાત્રી આપી

સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ થી હાઉસટેક્ષ ઇન્સ્પેક્ટર વીંજયસીંહ ગોહીલ તેમજ વ્યવસાય વેરા અઘીકારી અને હાઉસટેક્ષ રીકવરી  છત્રપાલસિંહ ઝાલા અને પ્રવીણસીંહ પરમાર એ સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા વિઠ્ઠલપ્રેસ માં તેમજ એકતા શોપીંગ સેન્ટર તેમજ  વિઠ્ઠલપ્રેસ વીસ્તાર માં આશરે ૫ થી ૮ વર્ષ નો મીલ્કત વેરો બાકી હોય તેવી ૨૧ મીલ્કતો શીલ કરવામાં આવી આ મીલ્કતો રોકાણ કરવા માટે લીઘા પછી ટેક્ષ ભરપાઇ કરવામાં આવીયો ન હતો તેવી મીલ્કત શીલ કરવામાં આવી છે

WhatsApp Image 2019 11 11 at 11.59.49 AM

તેમા ૨૧ દુકાન અને એક મોટો હોલ બાકી ના કરદાતો ઓ એ બે દિવસ ની માં ભરપાઈ કરી જવાની ખાત્રી આપી હતી વઘુમાં નગરપાલિકા ના ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા એ જણાવ્યું હતું  કે આ ઝુંબેશ ૩૧ માર્ચ સુધી ચાલુ રહેશે જે કરદાતાઓનો ના ૨ વર્ષ થી વઘુ  બાકી હશે તેમને ત્યાં સ્થળ ઉપર ઢોલ વગાડીને જાણ કરવામાં આવશે એ પછી ટેક્ષ ભરપાઇ કરવામાં ઠાગાઠૈયા કરશે તો મીલ્કત શીલ કરવામાં આવશે હાલ દરેક વોર્ડ માં રોકાણ કરવા માટે મીલ્કત ખરીદી હોય તેવી અને ટેક્ષ બાકી હોય તેને શીલ કરવામાં આવશે એ પછી ચાલુ  મીલ્કત ને પણ શીલ કરવામાં આવશે મીલ્કત ઘારકો ને વીંનતી સાથે જણાવાનુ કે તમે નગરપાલિકા એ આવીને ટેક્ષ ભરપાઇ કરવા વિનંતી છે અન્યથા કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે આ ઝુંબેશ માં કોઇપણ ની શેહ શરમ રાખીયા વગર કડક કાર્યવાહી કરવામાં માં આવશે તેની નોંધ લેવી જે લોકો મીલ્કત જયારે ખરીદ કરે ત્યારે ખાસ જોવુ કે આ મીલ્કત ને શીલ મારવામાં આવીયુ નથી ને અથવા નામ ટ્રાન્સફર થયેલ છેકે કેમ નગરપાલિકા દ્વારા જે મીલ્કત શીલ કરવામાં આવી છે તે મીલ્કત નું શીલ ખોલવુ નહીં  આ ૨૧ મીલ્કત નો વેરો અંદાઝે દસલાખ બાકી હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.